By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    20 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    20 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    20 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    21 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    21 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈનમ નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓનો થનગનાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈનમ નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓનો થનગનાટ
રાજકોટ

જૈનમ નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓનો થનગનાટ

Khaskhabar Editor
Last updated: 2024/10/01 at 4:30 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

લાખો વૉટની સાઉન્ડ સિસ્ટમ, વિશ્ર્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટ, ખ્યાતનામ ગાયક કલાકારોના સથવારે ખેલૈયાઓ થનગનાટ સાથે કરશે રોમાંચનો અનુભવ

પ્રાચીન-અર્વાચીન, હિન્દી-ગુજરાતી ગીતોનો રસથાળ પીરસાશે : લેઝર શૉ વિથ ડીજે, ફ્યુઝન ગરબા તથા ડી.જે. વોરનું ધમાકેદાર આયોજન

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા. 1
વિશ્ર્વભરમાં નવરાત્રિના નવેય દિવસ માત્ર જૈનો માટે યોજાતા એકમાત્ર નવરાત્રી મહોત્સવનો શ્રેય જૈનમ પરિવારને ફાળે જાય છે અને તેમાંય સળંગ સાતમા વર્ષે યોજાવા જઈ રહેલા જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવ 2024માં આ વર્ષે દર વર્ષની માફક કંઇ નોખુ કંઈક અનોખું, વિશેષથી સવિશેષ, સુપરથી પણ ઉપર એવું ઉત્કૃષ્ટ આયોજન થવા જઈ રહ્યું છે. એક લાખ વોટની હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, વિશ્ર્વ પ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટના નેતૃત્વમાં એમની સાજીંદાઓની ટીમ, એકથી એક ચડિયાતા ગીતોના સથવારે ખેલૈયાઓને રમવા મજબૂર કરી દે એવા ગાયક કલાકારો, અદ્યતન લાઈટીંગ એરેંજમેન્ટ, ત્રણ લાખ સ્કે. ફૂટનું વિશાળ ગ્રાઉન્ડ, ખેલૈયાઓ માટે કારપેટીંગથી સજજ પ્લે ગ્રાઉન્ડના સથવારે આ વર્ષે જૈનમમાં પણ નવરાત્રિનું ધૂમ મચવાની છે. હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમ, બહેતરીન લાઈટીંગ વ્યવસ્થાથી ઝળહળતુ કારપેટથી સજજ ગ્રાઉન્ડ, સાથે વિશ્ર્વ વિખ્યાત સંગીતકાર પંકજભાઈ ભટ્ટના સાજીંદાઓની ટીમ કે જે વિવિધ વાદ્ય ઉપર સંગીતની મહેફીલ માંડશે. ગાયક કલાકારો દ્વારા સંગીતના સથવારે પ્રાચીન-અર્વાચીન, હિન્દી-ગુજરાતી, ભાતીગળ ગીતો, હાલરડા, દુહા-છંદના વિશેષ સમન્વય દ્વારા ખેલૈયાઓને જોમ ચડે તેવું ઉત્સાહસભર ગીત-સંગીત પ્રસ્તુત કરશે. આ વર્ષે ગાયક કલાકારોમાં દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપી ચૂકેલા ગાયક કલાકારો સિંગર અનીલ વંકાણી, આદેશ શાહ, સિંગર પ્રદીપ ઠક્ક્કર, પિન્કી પટેલ, ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયાના કંઠે આ વર્ષે પણ ખેલૈયાઓ સંગીતના તાલે ડોલવા મજબૂર બનશે. એન્કર તરીકે કૃશાલી લાખાણી પણ પોતાની કલાના કામણ પાથરશે.

આ ઉપરાંત યુવાનોને પસંદ પડે તેવા ઈલેકટ્રીક ફાઈન ડી.જે. સથવારે યુવાધન ઝૂમી ઉઠશે. રોજેરોજ અવનવા દેશભક્તિના ગીતોથી રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરવામાં આવશે. સમગ્ર મેદાનમાં તિરંગા છવાઈ જશે અને લોકો મા જગદંબાની આરાધના સાથે મા ભારતીની આરાધનામાં પણ લીન થઈ જશે. સ્ટેજ ઉપરથી રાસ ગરબા ઉપરાંત ફ્યુઝન ગરબા, ફાયર ડ્રમ, આફ્રીકન નગારા, રોલીંગ પીપ જેવા નવીનત્તમ નજરાણા સમી પ્રસ્તુતિ પણ કરવામાં આવશે. આપણી ભાતીગળ સંસ્કૃતિના વારસના અકબંધ રાખીને ગરબાને અર્બન ટચ સાથે પીરસવામાં આવશે. દરરોજ અવનવા ગીતોનો રસથાળ ગાયક કલાકારો દ્વારા પીરસવામાં આવશે. જેમાં મેલ-ફીમેલ વોઈસ ઉપરાંત ડ્યુએટ પણ રજૂ કરવામાં આવશે. ત્રીજા નોરતે લેઝર શો વિથ ડીજે કે જેમાં નિયોન થીમ ઉપર ખેલૈયાઓ અવનવા ફ્રી સ્ટાઈલ સ્ટેપ્સ દ્વારા આનંદ કરશે. છઠ્ઠા નોરતે ફ્યુઝન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આઠમા નોરતે ડી.જે. વોરમાં ડી.જે. સંગીતનું યુદ્ધ છેડાશે.

ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની શાન સમા સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઈ ભટ્ટને 15થી પણ વધુ સુપ્રસિદ્ધ એવોર્ડથી નવાજવામાં આવેલા છે. છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી સંગીતમાં પોતાની પ્રતીભાથી એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરનાર પંકજભાઈ ભટ્ટએ 8000થી વધુ મ્યુઝિક આલ્બમ, 150થી પણ વધારે ગુજરાતી ફિલ્મ અને 10થી વધારે હિન્દી ફિલ્મમાં પોતાનું મ્યુઝિક આપેલ છે. તેઓએ ગુજરાતી ઉપરાંત વિવિધ ભાષામાં અંદાજે 50000થી પણ વધારે ગીમ કમ્પોઝ કરેલા છે. આ ઉપરાંત વિશ્ર્વના વિવિધ દેશોમાં પોતાની સંગીતકલાના માધ્યમથી ગુજરાતી સંગીતને લોકપ્રિય બનાવનાર પંકજભાઈ ભટ્ટ સંગીત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું આભૂષણ છે. તેમના નેજા હેઠળ સાજીંદાઓની ટીમ જૈનમ કામદાર નવરાત્રિ મહોત્સવના ખેલૈયાઓને ડોલાવવા સજ્જ બની છે તેમજ ગાયક કલાકાર અનીલ વંકાણી આગવી ગાયીકી અને ફોક ટચમાં બેનમૂન ગાયનથી સમગ્ર ગુજરાત ઉપરાંત મુંબઈ સુધી ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. આ વખતે પણ તેઓ ફોક સિંગીંગમાં કંઈક નવીનતા સાથે અવનવા ગીતો લલકારીને યુવાનોને ઘેલુ લગાડશે.

- Advertisement -

આદેશ શાહ નવરાત્રિ મહોત્સવમાં મહારાષ્ટ્રનો ખૂબ જ જાણીતો ચહેરો છે, પોતે સ્ટેજ શોમાં લાઈવ પરફોર્મન્સ માટે ખૂબ જ જાણીતા છે. આજે તેઓ યુવા વર્ગની પહેલી પસંદ બની ચૂકેલા છે. ગયા વર્ષે થાણેમાં યોજાયેલી મેગા ઈવેન્ટ કે જેના આયોજક હાલના મુખ્યમંત્રી એકનાથ સિંદે હતા તે ઈવેન્ટ મુખ્ય ગાયક તરીકે આદેશ શાહએ પોતાની ગાયીકી થકી કાર્યક્રમને ચાર ચાંદ લગાડી સરાહના મેળવી હતી.

પ્રદિપ ઠક્કર છેલ્લા 24 વર્ષથી ગાયીકી ક્ષેત્રે કાર્યરત છે. તેઓ ખાસ કરીને રાસ-ગરબા, લગ્નગીત, હિન્દી ફિલ્મ જગતના નવા-જૂના ગીતો, આ ઉપરાંત ગુજરાતી ગીતો અને ભક્તિ ગીતો બહોળો અનુભવ ધરાવે છે. મુકેશજી ઓપન ગુજરાત સીંગીંગ કોમ્પિટીશનમાં કુલ 156 સ્પર્ધકોમાંથી તેઓ પ્રથમ નંબરે વિજેતા થયેલા છે. સિંગર પિન્કી પટેલ એક મલ્ટી વોઈસ પરર્ફોમર તરીકે જાણીતા છે. 2004થી જ તેઓ એક જાણીતા સીંગર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. ઘણા મ્યુઝિકલ શો, કોન્સર્ટ તેમજ નવરાત્રિ મહોત્સવમાં પરફોર્મ કરી ચૂકેલ છે, સમગ્ર ભારત ઉપરાંત યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા દેશોમાં પોતાના કાર્યક્રમો થકી ખ્યાતિ મેળવી ચૂકેલા છે. એફએમ રેડીયોમાં ઈન્ટરવ્યુ થકી તેઓએ પોતાની આગવી ભૂમિકા ભજવી છે. અનેક જાહેરાતોમાં પોતાનો કંઠ આપેલ છે.હાલ રાજકોટમાં વસવાટ કરતા વર્સેટાઈલ સીંગર એવા નમ્રતા ગોસલીયા ખૂબ સુંદર અવાજના માલીક છે. વોકલ, એમ.પી.એ., એમ.એ. જેવી વોકલ્સમાં ડીગ્રી ધરાવતા ગાયક કલાકાર અને કરાઓકે સ્પર્ધામાં વિજેતા બની ચૂકેલ છે. સુગમ સંગીતની સ્ટેટ લેવલની અનેક સ્પર્ધાઓમાં તેઓ વિેજેતા બની ચૂક્યા છે. અનેક નામાંકિત સ્કૂલોમાં ટીચર તરીકે સેવા પ્રદાન કરેલી છે. હાલમાં જ અનેક લાઈવ શો અને કરાઓ કે શો કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

ખ્યાતનામ સંગીતકાર અને ગાયકોના સથવારે જૈનમ પરિવારને કમિટી દ્વારા સમગ્ર વ્યવસ્થાને આખરી આપ અપાઈ ચૂક્યો છે. જૈનમના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી અને જયેશભાઈ વસાના વડપણ હેઠળ સંગીતકાર, સાજીંદાઓ, ગાયક કલાકારો અને સાઉન્ડ સીસ્ટમના સથવારે ખેલૈયાઓ મન મૂકીને માણશે તે બેમત નથી.
આજની આ જૈમન કામદાર મહોત્સવ 2024ની ઉપરોક્ત માહિતી આપવા માટે પ્રેસ મુલાકાતમાં સંગીતકાર પંકજભાઈ ભટ્ટ, જય ત્રિવેદી, ગાયક કલાકાર અનીલ વાંકાણી (ભાવનગર), આદેશ શાહ (મુંબઈ), ફ્યુઝન સિંગર પ્રદીપ ઠક્કર (રાજકોટ), પિન્કી પટેલ (અમદાવાદ), ફ્યુઝન સીંગર નમ્રતા ગોસલીયા, એન્કર કૃપાલી લાખાણી સાથે જૈનમ પરિવારના સુજીતભાઈ ઉદાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, મુકેશભાઈ દોશી, જયભાઈ ખારા, આકાશભાઈ મહેતા, જુગલભાઈ દોશી, નિમેશભાઈ મહેતા, તુષારભાઈ કોઠારી, જીગરભાઈ પારેખ, કૌશીકભાઈ કોઠારી, શૈલેનભાઈ શાહ, જીતુભાઈ લાખાણી, જયભાઈ પરીખ વિગેરે જોડાયા હતા.

You Might Also Like

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

મનપામાંથી હવે 50 વર્ષ જૂના મરણના દાખલા 10 મિનિટમાં મળશે

વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટરની ‘સ્પીડ’ ખૂબ જ ધીમી : 7 લાખમાંથી માત્ર 2.11 લાખ ગ્રાહકો ‘સ્માર્ટ’ બન્યા

TAGGED: Jainam Navratri festival, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સનાતન ગ્રુપ દ્વારા સનાતન નવરાત્રિ મહોત્સવ 2024નું જાજરમાન આયોજન
Next Article સાવરકુંડલામાં 19 કરોડના ખર્ચે ‘નલ સે જલ’ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

કટારિયા ચોકડીના ડાયવર્ઝન પર નવરાત્રીમાં ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે આગોતરું આયોજન જરૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?