વિજેતા ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
સનાતન ગ્રુપ દ્વારા ‘સનાતન નવરાત્રિ મહોત્સવ’નું ભવ્ય આયોજન તા. 3થી સનાતન ગ્રાઉન્ડ શિતલપાર્ક પાસે, આર.કે. વર્લ્ડ ટાવર નજીક કરવામાં આવ્યું છે. જ્યાં ખેલૈયાઓ માટે વિશાળ ગ્રાઉન્ડ સાથે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે ગાયક કલાકાર જીગ્નેશ પ્રજાપતિ, શ્રદ્ધા મારુ દ્વારા ધમાકેદાર ગરબા રજૂ કરવામાં આવશે તેમજ ખેલૈયાઓને લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. લેડીઝ-જેન્ટસ બાઉન્સર પણ ઉપલબ્ધ છે, સાથે પાર્કિંગ, કેન્ટીન અને સેલ્ફી ઝોનની પણ વ્યવસ્થા તેમજ આકર્ષક એન્ટ્રી ગેટનું પણ સનાતન નવરાત્રિ મહોત્સવના પ્રેસિડેન્ટ નિરવ રાયચુરા અને તેની કમિટી મેમ્બરો દ્વારા આ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પાસ બુકીંગ માટે ટાઈમ સ્કેવર-1 ઓફીસ નં. 908 અયોધ્યા ચોક પાસે સંપર્ક કરી શકાશે.
- Advertisement -
સનાતન નવરાત્રિ મહોત્સવના મીડિયા પાર્ટનર ‘ખાસ-ખબર’, ઇજ-9 અને ઉઊં-7 ન્યૂઝ છે. તા. 3થી 11 ઓક્ટો. આયોજિત આ ભવ્ય સનાતન નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ‘ખાસ-ખબર’ની મુલાકાતે આજરોજ નિરવ રાયચુરા (પ્રભારી વોર્ડ 2 યુવા ભાજપ), તીર્થ, રાજુ, ચંદ્રકાંત લશ્કરી, આનંદ રાજપૂત, કિશન રાવ, જે. ડી. મકવાણા આવ્યા હતા.