29/06/21નાં પ્રફુલ્લભાઇ શાહ(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુંબઈ)ની પ્રેરણાથી કાર્તિકભાઈ કોઠારી(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ-મુંબઈના આર્થિક સહયોગથી દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પાટડી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તાલુકાનાં ગવાણા ગામે પુજ્ય ભગવાનદાસ બાપુની ગૌશાળાની જગ્યામાં ૫૦૦ વૃક્ષોનું વાવેતર થયું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય મા, મોહનભાઈ સિંધવ,જગ્યાના મહંત ભગવાનદાસ બાપુ, અગ્રણી પુનાજી ઠાકોર, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ રાવલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.



