By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    14 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    12 hours ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    13 hours ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    15 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    2 days ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    14 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    15 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    15 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    2 days ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    15 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ મંદિર પર કર્યા હતા હુમલા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > 16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ મંદિર પર કર્યા હતા હુમલા
ગુજરાતધર્મ

16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ મંદિર પર કર્યા હતા હુમલા

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 4:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

સૌજન્ય: ઑપઇન્ડિયાની ટીમ

ભાવનગરના ગોપનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ

- Advertisement -

ભારતના ભવ્ય અને સમૃદ્ધ ઇતિહાસની દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા હતી. ભારતના મંદિરો સ્થાપત્યકલાનો ઉત્તમ નમૂનો ગણાતા હતા. દેશમાં તાજેતરમાં પણ એવા ઘણા મંદિરો અસ્તીવ ધરાવે છે, જે આજના આધુનિક માણસોને પણ અચંબિત કરી મૂકે છે. એ જાણવું અશક્ય જેવુ લાગે છે કે, આ મંદરોનું નિર્માણ પ્રાચીનકાળમાં કઈ રીતે થયું હશે. ભારતમાં વિદેશી ઇસ્લામી આક્રાંતાઓના હુમલા પણ ખાસ કરીને મંદિરોને તોડવા અને લૂંટવા માટે થતાં હતા. તેની પાછળનું કારણ માત્ર એટલું નથી કે, તે લોકો મૂર્તિપૂજાની વિરુદ્ધ હતા. તેની પાછળનું એક કારણ એ પણ છે કે, ભારતના એક મંદિર સાથે આખો ઇતિહાસ અને લોકોનું સ્વાભિમાન જોડાયેલું હતું. એક મંદિરના નિર્માણની સાથે યુનિવર્સિટીનું પણ નિર્માણ થતું હતું. જો ભારતના મંદિરોને જ તોડી પાડવામાં આવે તો ભારતનું શિક્ષણતંત્ર અને ભારતનું સ્વાભિમાન પણ તૂટી પડે એમ હતું. આજે એક એવા જ મંદરીની વાત કરવાની છે, જેના પર મુસ્લિમ આક્રાંતાઓએ 16મી સદીમાં આક્રમણ કર્યું હતું. તે મંદિરનું નામ છે ગોપનાથ મહાદેવ મંદિર. તેનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ઝાંઝમેર ગામની નજીક એક જગ્યા આવેલી છે, જે ગોપનાથ મહાદેવની જગ્યા તરીકે ઓળખાય છે. ઑપઇન્ડિયાની ટીમ ભાવનગરના આ પ્રાચીન મંદિર સુધી પહોંચી હતી. ઑપઇન્ડિયાએ મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામસિંહ રાઠોડ અને અન્ય પદાધિકારીઓ તથા મહંતો સાથે આ વિશે વિગતે ચર્ચા કરી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યું હતું કે, આ મંદિર ઘણું જ પ્રાચીન છે અને તેનો ભવ્ય ઇતિહાસ પણ છે. 16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ આ મંદિર પર હુમલો કર્યો હતો અને ઘણા નિર્દોષ હિંદુઓને મારી નાખ્યા હતા. ચાલો, શરૂઆતથી જાણીએ ગોપનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે.

મંદિર સાથે જોડાયેલી પ્રસિદ્ધ દંતકથા

આ મંદિર સાથે અનેકો દંતકથાઓ જોડાયેલી છે. પરતું ઐતિહાસિક દ્રષ્ટિએ સૌથી યોગ્ય ગણાતી હોય તેવી એક કથા નરસિંહ મહેતા સાથે સંકળાયેલી છે. જેમનો ઉલ્લેખ નરસિંહ મહેતાએ પણ કર્યો હતો. દંતકથા એવી છે કે, તળાજા શહેરમાં નરસિંહ મહેતા તેમના ભાઈ અને ભાભી સાથે રહેતા હતા. તેઓ આખો દિવસ કૃષ્ણભક્તિમાં લીન રહેતા હતા. તેનાથી કંટાળીને તેમના ભાભી તેમને મેણું મારે છે કે, આખો દિવસ આમ જ રહેવું એના કરતાં જંગલ વિસ્તારમાં જઈને સન્યાસ લઈ લેવો સારો. ત્યારે તેઓ ઘરનો ત્યાગ કરે છે અને ફરતા-ફરતા ઝાંઝમેરની નજીકના ગામોમાં આવે છે. તે સમયે તે આખો વિસ્તાર જંગલ સ્વરૂપે હતો. નરસિંહ મહેતા ગોપનાથ જગ્યા પર આવીને અન્ન-જળનો ત્યાગ કરે છે અને મહાદેવની આરાધના શરૂ કરે છે. 7 દિવસ અન્ન-જળ વગર ભગવાનની ઉપાસના કર્યા બાદ આખરે મહાદેવ તેમના પર પ્રસન્ન થાય છે અને નિરાકારરૂપે તેમને દર્શન આપે છે. ભગવાન શિવ નરસિંહ મહેતાને વરદાન માંગવાનું કહે છે. ત્યારે કૃષ્ણભક્ત નરસિંહ મહેતા ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલાના દર્શનની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્રિલોકનાથ ભગવાન તેમની ઈચ્છા પૂર્ણ કરે છે અને તેમને ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવે છે. આજે પણ મંદિરની અંદર પ્રવેશતા જ ઉપર નજર કરીએ તો સ્થાપત્ય કલાના નમૂના સ્વરૂપ રાસલીલાના દર્શન થાય છે. રાસલીલા પૂર્ણ થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓ ફળાહાર માટે વનમાંથી શુદ્ધ ફળો શોધી લાવે છે.

- Advertisement -

પરંતુ ગોપીઓનો એક નિયમ હતો કે, તેઓ મહાદેવની પૂજા કર્યા પછી જ કોઈપણ વસ્તુ આરોગતા હતા. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓને તેમના આભૂષણોથી શિવલિંગ તૈયાર કરવાનું કહ્યું હતું. ગોપીઓએ પોતાના આભૂષણોથી શિવલિંગની સ્થાપના કરી હતી. તેથી તેને ગોપનાથ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં જ આદિકવી અને ભક્તકવિ જેવા નામોથી પ્રસિદ્ધિ પામેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા અને ભક્તિગીતોની રચના થઈ હતી, જે ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન ધરાવે છે. પરંતુ સમય જતાં આ મંદિર નાશ પામ્યું હતું. જે બાદ રાજપીપળાના ગોહિલ રાજવી પરિવારે આ મંદિરનું પુન: નિર્માણ કરાવ્યું હતું.

ગોપનાથમાં મોજૂદ શિલાલેખ

શરૂઆતમાં મંદિરનું નિર્માણ તો થઈ ચૂક્યું હતું, પરંતુ મંદિરના તાબા હેઠળ કોઈ જમીન ન હતી, જે બાદ 15મી સદીમાં ઝાંઝમેરના વાજા રાઠોડ રાજવી લગધીરસિંહ રાઠોડે 1300 વીઘા જમીન મંદિરને દાનમાં આપી હતી. જ્યાં આજે છાત્રાલય અને ગૌશાળા જેવી અનેક સુવિધાઓ પણ છે. દાનમાં આપેલી જમીનના પુરાવા સ્વરૂપ શિલાલેખ આજે પણ ગોપનાથમાં મોજૂદ છે.

ઇસ્લામી આક્રાંતાઓએ કર્યા હતા હુમલા

આ મંદિરને તોડી પાડવાના ઘણા પ્રયાસો ઇસ્લામી આક્રાંતાઓએ કર્યા છે. 16મી સદીમાં મુસ્લિમોના હુમલા વધી ગયા હતા. પરંતુ સ્થાનિક હિંદુઓ એક સંપ થઈને આ હુમલાઓનો પ્રતિકાર કરતાં રહ્યા હતા. સાથે જ ઝાંઝમેર રાજ્યના તાબા હેઠળ આવતા આ મંદિરની રક્ષા માટે ઝાંઝમેરના રાઠોડ રાજવીઓએ પણ ખૂબ બલિદાન આપ્યા છે. ઝાંઝમેરના રાઠોડો હંમેશા અભૂતપૂર્વ શૌર્ય

મંદિરમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલાના  દર્શન થાય છે

અને સાહસ સાથે પોતાનો ધર્મ નિભાવતા હતા. સાથે સ્થાનિકો પણ મહાદેવના મંદિરની રક્ષા માટે યુદ્ધમાં જોડાઈ જતાં હતા. ગોપનાથ મંદિર પર છેલ્લો હુમલો 16મી સદીમાં કરવામાં આવ્યો હતો. તે સમયે ત્યાં ભીષણ યુદ્ધ પણ થયું હતું. અઢળક ઇસ્લામી સેના સાથે મુઠ્ઠી ઊંચેરા માનવીઓએ યુદ્ધ કર્યું હતું. ઘણા હિંદુઓ આ યુદ્ધમાં હોમાય ગયા હતા અને વીરગતિને પ્રાપ્ત થયા હતા. જેના પુરાવા સ્વરૂપ આજે પણ ઝાંઝમેર અને ગોપનાથમાં આ વીર યોદ્ધાઓના પાળિયા (સ્ત્રી, ગૌ, રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન થયેલા વીરોની સમાધિ) આવેલા છે. નોંધવું જોઈએ કે, ઝાંઝમેર ભાવનગર રાજ્યની અંદર આવતું પેટા રાજ્ય ગણાતું હતું. જેના પર રાઠોડ રાજવીઓનું શાસન હતું.

 મોદી અને મંદિરનો સંબંધ

આ મંદિર સાથે અનેક ઘટનાઓ જોડાયેલી છે. નરસિંહ મહેતા અહીથી જ ભક્તકવિ અને આદિકવી તરીકે ઓળખાયા હતા. આ ઉપરાંત ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાગુ કરી તે દરમિયાન વડાપ્રધાન મોદી આ વિસ્તારમાં વેશ છુપાવીને રહેતા હતા. તેમણે ઘણા સમય સુધી આ મંદિરમાં ભગવાનની આરાધના કરી હતી. સાથે તેઓએ સ્થાનિક લોકો પાસેથી ગોપનાથનો ઇતિહાસ પણ જાણ્યો હતો. ઘણા વૃદ્ધ અને સ્થાનિક લોકો કહે છે કે, વડાપ્રધાન મોદી અહિયાં દરિયા કિનારે નિયમિત ધ્યાન અને યોગ કરતાં હતા. સાથે મંદિરમાં ભગવાનની ઉપાસના પણ કરતાં હતા.

સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો

ગોપનાથ મંદિરમાં પ્રવેશતાની સાથે જ અજોડ સ્થાપત્ય કલાના દર્શન થાય છે. મંદિરની રચના પણ એવી છે કે, કોઈપણ વ્યક્તિ અભિભૂત થઈ જાય. સમુદ્ર કિનારે આ મંદિર આવેલું હોવાથી પ્રવાસન સ્થળ તરીકે પણ ખૂબ જ વિકાસ થયો છે. મંદિરમાં બારીકાઈથી નકશીકામ કરવામાં આવ્યું છે. સાથે મંદિરની અંદર ભગવાન શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસલીલાને પણ દર્શાવવામાં આવી છે.

ગોપનાથ મંદિર

આ એક જ મંદિરમાં અનેકો મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. તે પ્રાચીન મૂર્તિઓ પણ ખૂબ જ આકર્ષક છે. પ્રતીકાત્મક શિવલિંગને અહિયાં દર્શનાર્થીઓના દર્શન માટે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગોપીઓએ બનાવેલું મૂળ શિવલિંગ જમીનની નીચે હોવાનું કહેવાય છે. મંદિરના શિખર પર સફેદ ધ્વજ ફરકાવવામાં આવે છે. જેના કારણે સ્થાનિક લોકો મહાદેવને ‘ધોળી ધજાવાળો દેવ’ પણ કહે છે. આવી ઉત્તમ સ્થાપત્ય કલાથી ઘણા લોકો હજુ સુધી પણ અજાણ છે.

દીવાદાંડી

ગોપનાથ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી અહિયાં દીવાદાંડી (લાઇટ હાઉસ) પણ આવેલી છે. પહેલી દીવાદાંડીની સ્થાપના 1879માં થઈ હતી. 1975થી તે કામ કરતી બંધ થઈ ગઈ હતી. સફેદ રંગે રંગાયેલી બેવડો વરંડો ધરાવતી દીવાદાંડી લગભગ 12 મીટર ઊંચો ઈંટોનો મિનારો ધરાવે છે. તેમાંથી દીવો હટાવી લેવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક દીવાદાંડી ભાવનગર રાજ્ય દ્વારા બનાવવામાં આવી હતી. હાલમાં ખસ્તાહાલ હાલતને લીધે સ્થળ જવા માટે ખુલ્લુ છે,

 

ગોપનાથ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી આકર્ષણનું કેન્દ્ર

નવી દીવાદાંડી જૂની દીવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં સ્થાપિત કરવામાં આવી છે

અંદાજિત 7થી 8 કિલોમીટર સુધી તેનો ઝબકારો પહોંચે છે

પણ મિનારો બંધ કરી દેવામાં આવ્યો છે. 1975માં પહેલી દીવાદાંડી બંધ થઈ તેની સાથે જ બીજી દીવાદાંડીનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તે દીવાદાંડી હાલ પણ કાર્યરત છે. દર 20 સેક્ધડે પ્રકાશનો એક ઝબકારો થાય છે. અંદાજિત 7થી 8 કિલોમીટર સુધી તેનો ઝબકારો પહોંચે છે. આ નવી દીવાદાંડી જૂની દીવાદાંડીથી લગભગ 500 મીટરના અંતરે ઉત્તર દિશામાં સ્થાપિત કરવામાં આવી છે. તાજેતરમાં ત્યાં વોટર શોથી લઈને આધુનિક મ્યુઝિયમ પણ વિકસાવવામાં આવ્યું છે.

અત્યંત રમણીય દરિયા કિનારો

ગોપનાથ મંદિર સમુદ્ર કિનારે આવેલું હોવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહિયાં આવતાની સાથે જ સમુદ્રનો આધ્યાત્મિક ધ્વનિ સંભળાય છે. જે મનુષ્યના મનને સ્થિર શાંતિ આપે છે. સ્થાનિક લોકો આ દરિયાની પૂજા કરે છે અને તેને દેવ તરીકે પૂજે છે. દરિયાના ગહન ધ્વનિને સાંભળવા અને ધ્યાન માટે સ્થાનિકો નિયમિત મંદિરે આવતા હોય છે. મંદિરની બહાર અને સમુદ્રની એકદમ નજીક નરસિંહ મહેતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સાથે શિવલિંગ અને શનિદેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. દરિયાના મોજા અમુક સમયે નજીક આવતા હોવાથી સુરક્ષાની પણ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સાથે જ અહિયાં એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. ગોપનાથ મહાદેવ મંદિરનો વહીવટ બે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 1- મહંત જગ્યા ટ્રસ્ટ અને 2- બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટ. મહંત જગ્યા ટ્રસ્ટના પ્રમુખ ભાવનગરના ડેપ્યુટી કલેકટર હોય છે, જ્યારે બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટના પ્રમુખ સામાન્ય લોકોમાંથી પસંદ કરવામાં આવે છે. ગોપનાથ મહાદેવ મંદિરના બંને ટ્રસ્ટો દ્વારા ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

અહિયાં કોઈપણ વ્યક્તિને નાત-જાતના ભેદભાવ વગર નિ:શુલ્ક ભગવાનનો પ્રસાદ આપવામાં આવે છે. આ સ્થળ પર એક પ્રાચીન ગુફા પણ આવેલી છે, એવું કહેવાય છે કે, જેટલો પ્રાચીન ગોપનાથ મહાદેવ મદિરનો ઇતિહાસ છે, તેટલી જ પ્રાચીન આ ગુફા છે. ગોપનાથ મહાદેવ મંદિરની કલાકૃતિ, નયનરમ્ય દ્રશ્યો અને સાંસ્કૃતિક ઇતિહાસ તેને એક વિશિષ્ટ સ્થાન પ્રદાન કરે છે. આ જગ્યા પર્યટક સ્થળ, આધ્યાત્મિક સ્થળ ઉપરાંત મનોરંજન માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. સ્થાનિક લોકોની લાગણી આ મંદિર સાથે ખૂબ જોડાયેલી છે.

You Might Also Like

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં

‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ

TAGGED: bhavganar, gopnathmahadev, temple, travel
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં છેલ્લાં 75 દિવસમાં 9 લાખ કરોડનાં કામ થયાં !
Next Article સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યની સામૂહિક આત્મહત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?