ભાદર ડેમમા -૧ મા ૧.૫૪ ફૂટ,
આજી – ૧ ડેમમા ૧.૪૩,
વેરી ડેમમા ૧.૫૭ ફૂટનો વધારો
રાજકોટ તા.૯ સપ્ટેમ્બર –રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ પડતા નવા નીરની આવક થયેલી છે, જે મુજબ ભાદર ડેમમા પર ૨૬ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૫૪ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૨૨.૨૦ ફૂટ, આજી – ૧ ડેમ પર ૧૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૪૩ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૬.૮૦ ફૂટ, આજી – ૨ ડેમ પર ૫૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૨૦ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૩૦.૧૦ ફૂટ, આજી – ૩ ડેમ પર ૭૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૩૩ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૨૧.૪૦ ફૂટ, સુરવો પર ૪૭ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૬૬ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૫.૧૦ ફૂટ, વેરી ડેમ પર ૧૩૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૫૭ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૯.૪૦ ફૂટ, ન્યારી -૧ ડેમ પર ૧૮ મી.મી સાથે પાણીની આવકમા ૦.૧૬ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૭.૧૦ ફૂટ, ન્યારી – ૨ ડેમ પર ૩૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૬૪ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૧૩.૧૦ ફૂટ, છાપરાવાડી -૧ મા ૧૧૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૪૮ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૨.૭૦ ફૂટ, છાપરાવાડી -૨ મા ૫૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૯૮ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે ૨.૨૦ ફૂટ , ઈશ્વરીયા ૫૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૪૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૫.૪૦ ફૂટ, ભાદર – ૨ ડેમમાં ૨૦ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૦.૪૯ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી સાથે જીવંત જળ સપાટી ૧૧.૫૦ ફૂટ, કર્ણકી ૫૫ મી.મી. વરસાદથી પાણીની આવકમા ૧.૯૭ ફૂટના વધારા સાથે જીવંત જળ સપાટી ૧૨.૫૦ ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૩૬.૦૨ % પાણી (૭૬૭૮ મી.ક્યુ. ફીટ) પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.



