– સુપ્રીમ કોર્ટે ગંભીર ઈજાથી કાયમી વિકલાંગતાને લઈને વાત કરી
અકસ્માતના એક કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો અકસ્માતના કારણે કોઈ વ્યક્તિ કાયમી રીતે અક્ષમતાનો શિકાર બની ગઈ હોય તો પીડિત વ્યક્તિ ભવિષ્યમાં થનારી આવકની નુકસાનીનું વળતર માંગી શકે છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના મતથી વિપરીત ફેસલો આપ્યો હતો.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના આ મામલે જે મત છે તે સંકુચીત છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે પીડિતના મોતના મામલામાં ભવિષ્યની સંભવિત આવકનું આકલન થઈ શકે છે. હાઈકોર્ટે આ મામલામાં પીડિતને 9.26 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું કહ્યું હતું જેને સુપ્રીમ કોર્ટે વધારી દીધું હતું. સુપ્રીમ પીડિતની ભવિષ્યની આવકના નુકસાનને જોડીને કુલ 21.78 રૂપિયા વળતર આપવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અદાલતોએ વિવેકપૂર્ણ વલણ અપનાવવું જોઈએ. ગંભીર ઈજાને કારણે માનસિક અને ભાવનાત્મક હાની થાય છે. આવા પીડિતોને ગંભીર અવસાદ (ડિપ્રેસન)માંથી પસાર થવું પડે છે. તેમને લાગે છે કે તેમના જન્મ બાદ જે તેમને શરીર મળ્યું હતું તેના વિપરીત અલગ રીતે તેમને દુનિયામાં જીવવું પડશે.
શું હતો કેસ?: આ કેસ બેલગામનો હતો. પીડિત ગુલગોડ ગોલક રસ્તા પર પગપાળ જતો હતો. આ દરમિયાન તા.18 જુલાઈ 2012ના એક ગાડીએ તેને ટકકર મારી હતી. જેથી તે 45 ટકા કાયમી શારીરિક રીતે અક્ષમતાનો શિકાર બની ગયો હતો. ટ્રીબ્યુનલે પીડિતને 6.13 લાખનુ વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે આ વળતરની રકમ 9.26 લાખ નકકી કરી હતી જયારે સુપ્રીમ કોર્ટે 21.78 લાખ રૂપિયા વળતર આપવાનો નિર્દેશ કર્યો હતો.
- Advertisement -