By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    11 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    11 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    11 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    11 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    11 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    12 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    11 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હયાત ગાર્ડન, સ્પોર્ટસની સુવિધાને અપગ્રેડ કરાશે વૉકિંગ ટ્રેકને દીવાલની અંદર લાવવા વિચારણા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હયાત ગાર્ડન, સ્પોર્ટસની સુવિધાને અપગ્રેડ કરાશે વૉકિંગ ટ્રેકને દીવાલની અંદર લાવવા વિચારણા
રાજકોટ

હયાત ગાર્ડન, સ્પોર્ટસની સુવિધાને અપગ્રેડ કરાશે વૉકિંગ ટ્રેકને દીવાલની અંદર લાવવા વિચારણા

Khaskhabar Editor
Last updated: 2025/11/18 at 4:38 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ રેસકોર્સને 50 કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાશે

મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગની કાયમી સમસ્યાને હલ કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18

રાજકોટ શહેરના હૃદય સમાન અને નાગરિકોનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર ગણાતા રેસકોર્સ ગ્રાઉન્ડને હવે વૈશ્વિક કક્ષાનું નવું સ્વરૂપ આપવાની મહત્વાકાંક્ષી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ આ સમગ્ર નવીનીકરણના મેગા પ્લાન વિશે સ્પષ્ટ કર્યું કે, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રેસકોર્સને માત્ર ફરવાનું સ્થળ જ નહીં, પરંતુ આધુનિક, સુરક્ષિત અને સુવિધાસભર જગ્યા બનાવવાનો છે જ્યાં નાગરિકો ટ્રાફિકની કે અન્ય કોઈ ચિંતા વગર પોતાના પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકશે. આ માટે રૂ. 50 કરોડ જેટલા ખર્ચનો અંદાજ હોવાનું તેઓએ જણાવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા રેસકોર્સના સમગ્ર રંગરૂપ બદલવાની યોજના છે, જેમાં મેળાના વિશાળ મેદાનથી માંડીને અલગ અલગ ગાર્ડનના નવનિર્માણ અને સ્પોર્ટ્સ સુવિધાઓના અપગ્રેડેશનનો વિચાર કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષોના બજેટમાં આ યોજનાને સમાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આટલા મોટા પ્રોજેક્ટ માટેના ફંડિંગ રૂટ પર હાલ કામગીરી ચાલી રહી છે, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ્સ અને અન્ય અનુદાન મેળવવાનો સમાવેશ થાય છે. એકવાર માસ્ટર પ્લાન ફાઇનલ થઈ જાય પછી ફંડની વ્યવસ્થા સરળતાથી ગોઠવી દેવામાં આવશે. આર્થિક વ્યવસ્થાની રૂપરેખા સ્પષ્ટ થતાં જ નવીનીકરણના કામોને ઝડપથી આગળ વધારવામાં આવશે. આ નવીનીકરણમાં રાજકોટના નાગરિકોની લાંબા સમયથી રહેલી જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવામાં આવી છે. મુખ્યત્વે ટ્રાફિક અને પાર્કિંગની કાયમી સમસ્યાને હલ કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રેસકોર્સ શહેરના મધ્યમાં સ્થિત હોવાથી ટ્રાફિક અને ખાસ કરીને પાર્કિંગની સમસ્યા એક કાયમી પડકાર રહી છે. આ પ્રશ્ન સમસ્યાને કાયમ માટે હલ કરવા માટે, રેસકોર્સમાં મુલાકાતીઓની સંખ્યાને અનુરૂપ પૂરતી અને વ્યવસ્થિત પાર્કિંગ સ્પેસ ડેવલપ કરવામાં આવશે, જેથી લોકો વાહનોની ચિંતા વગર રેસકોર્સનો ઉપયોગ કરી શકે. રેસકોર્સની જૂની સુવિધાઓને માત્ર રીવેમ્પ જ નહીં કરવામાં આવે, પરંતુ નાગરિકો માટે આરામથી બેસવાની અને શાંતિનો અનુભવ કરવાની પૂરતી સગવડો પણ ઊભી કરવામાં આવશે.

મ્યુ. કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રોજેક્ટ હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ પર છે. માસ્ટર પ્લાનનું એક પ્રાથમિક પ્રેઝન્ટેશન થઈ ચૂક્યું છે, પરંતુ તેના પર વિવિધ સજેશન્સ, બ્રેઈનસ્ટોર્મિંગ અને સુધારાનો બીજો કટ આવવાનો હજી બાકી છે. માસ્ટર પ્લાન સંપૂર્ણપણે ફાઇનલ થયા બાદ જ તેના ડિટેલિંગ અને ગ્રાઉન્ડ લેવલના અમલની શરૂઆત થઈ શકશે. એન્જિનિયરો દ્વારા કયા કયા જરૂરી સુધારા અને ઉમેરા કરવા તે અંગેના વિચારો ચાલી રહ્યા છે.

- Advertisement -

નવું અને આધુનિક પ્લેનેટોરિયમ: જ્ઞાન અને મનોરંજનનું કેન્દ્ર બનશે

વૈશ્વિક કક્ષાની સુવિધાઓ આપવાના ભાગરૂપે, હાલના પ્લેનેટોરિયમનું સંપૂર્ણપણે નવનિર્માણ કરવાની યોજના છે. જે આધુનિક પ્લેનેટોરિયમ હશે. હાલનાં પ્લેનેટોરિયમને બદલે સંપૂર્ણપણે નવી ટેકનોલોજીથી સજ્જ અને વિશ્વસ્તરીય પ્રદર્શન ક્ષમતા ધરાવતું આધુનિક પ્લેનેટોરિયમ બનાવવાની યોજના છે. કમિશનરે જણાવ્યું કે, આ પ્લેનેટોરિયમ ભારતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરાશે, જે રાજકોટના બાળકો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે જ્ઞાન અને મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર બનશે. આનાથી શૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.

લોકો વૉકિંગ અને કસરત કરી શકે તે માટે જરુરી સુવિધા ઉભી કરાશે

નાગરિકોને એક્સરસાઇઝ અને વોકિંગ માટે અલગ, સલામત અને સુખદ જગ્યા મળે તે માટે વિશેષ રસ્તાઓ અને એરિયા બનાવવામાં આવશે. આનાથી લોકો ટ્રાફિક કે અન્ય કોઈ અસુવિધા વગર આરામથી હરી-ફરી શકે અને શારીરિક પ્રવૃત્તિઓ કરી શકે. આ સાથે, રેસકોર્સ રીંગ રોડનો વોકિંગ ટ્રેક દીવાલની અંદર લઇ જવાનું આયોજન પણ ફરી એકવાર વિચારણા હેઠળ લેવામાં આવશે. અગાઉના સમયગાળામાં પણ આ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે તે સાકાર થઈ શક્યો ન હતો. હવે કોર્પોરેશન દ્વારા રેસકોર્સ રીંગ રોડ ડેવલપમેન્ટના વિચારને પણ ફરી એકવાર ગતિ આપવામાં આવી છે.

ડેવલપમેન્ટ કરવા માટેની બ્લુ પ્રિન્ટ ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે

રેસકોર્સ સંકુલનો સૌથી મોટો ભાગ મેળાના મેદાનનો છે. અગાઉ આ ભાગ ફરતે ગ્રીનરી વધારવા અંગે વિચારણા થઈ હતી. આ નવીનીકરણ યોજનામાં રેસકોર્સના અલગ અલગ ગાર્ડનની હાલત સુધારવા પર પણ ધ્યાન આપવામાં આવશે. થોડા સમય પહેલા જ ચબૂતરા સામેનો સંપૂર્ણ ભાગ ખાલી કરાવવામાં આવ્યો છે, જ્યાં અગાઉ સ્પોર્ટ્સ ફિયેસ્ટા ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો. હવે આ નાની જગ્યા સહિત સમગ્ર રેસકોર્સ સંકુલમાં કેટલા અને કેવા ડેવલપમેન્ટ કરવા તેની બ્લુ પ્રિન્ટ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

You Might Also Like

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના મેડિકલ સ્ટોરધારક અને પરિવારજનો મળી 1500 લોકોએ જળ બચાવવા માટે સંકલ્પ લીધો
Next Article પોરબંદર ચેમ્બર ઑફ કોમર્સ ફરી ગંભીર વિવાદમાં: 24 ટ્રસ્ટીઓને વ્યક્તિગત નોટિસો, વેપારી આલમમાં ચકચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?