“કંબોડિયન નેતા સાથેની મારી વાતચીતના લીક થયેલા ઓડિયો માટે હું માફી માંગુ છું જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે,” પીએમ પેટોંગટાર્ને તેમના રાજીનામાની માંગણીઓ તીવ્ર બનતા કહ્યું.
થાઈલેન્ડના લેડી પ્રધાનંત્રીનો એક ઓડિયો કોલ લીક થતાં હડકંપ મચ્યો હતો.
- Advertisement -
સહયોગી દળોએ ટેકો પાછો ખેંચ્યો
વીડિયો વાયરલ થતાં સહયોગી દળોએ શિનાવત્રાની સરકારમાંથી ટેકો પાછી ખેંચી લેતાં તે લઘુમતીમાં આવી હતી અને સાથે લોકો પણ રોડ પર ઉતર્યાં હતા.
શું વાતો કરી
- Advertisement -
હકીકતમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદીય વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરની હિંસક ઝડપ બાદ શિનાવત્રાએ કેટલાક પ્રતિબંધો મૂક્યા હતા અને તે ઉઠાવી લેવા કે નહીં તે સંબંધિત તેમણે કંબોડિયાના ટોપના નેતા સાથે ખાનગીમાં વાતો કરી હતી. રેકોર્ડિંગમાં, થાઈલેન્ડના લેડી પીએમ કંબોડિયાના લીડરને “કાકા” કહેતા સંભળાયા હતા અને તેમણે બોર્ડર વિવાદ પર સમાધાન કરતી વાતચીત કરી હતી જે લોકો અને સહયોગી દળોને પસંદ આવી નથી.
વિવાદ વધતાં શું કર્યું
આ મામલે વિવાદ વધતાં લેડી પીએમે કહ્યું કે તેઓ હવે હુન સેન સાથે ખાનગી વાતચીતમાં જોડાશે નહીં કારણ કે તેણી તેના પર વિશ્વાસ કરી શકતી નથી. “હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમને ફક્ત દેશમાં તેમની લોકપ્રિયતાની ચિંતા છે, લોકોની કંઈ પડી નથી.