By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    16 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    17 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    3 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    15 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    16 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    3 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    3 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    17 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    4 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    5 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    7 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    17 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવની એકસમાન પ્રતિકૃતિઓનું વિજ્ઞાન સમજાવતો હિંદુ ધર્મ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > જીવની એકસમાન પ્રતિકૃતિઓનું વિજ્ઞાન સમજાવતો હિંદુ ધર્મ!
AuthorParakh Bhattધર્મ

જીવની એકસમાન પ્રતિકૃતિઓનું વિજ્ઞાન સમજાવતો હિંદુ ધર્મ!

Khaskhabar Editor
Last updated: 2022/01/27 at 1:18 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

ક્લોનિંગનાં કોન્સેપ્ટથી હજુ આપણે ઘણા અજાણ છીએ. વૈજ્ઞાનિક આંટીઘૂંટીઓમાં પડ્યા વગર, સરળ ભાષામાં કહેવું હોય તો, ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં ડીએનએ (DNA)માંથી તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય.

– પરખ ભટ્ટ

પેદા થનાર ક્લોનનો ચહેરો, સ્વભાવ, શારીરિક બંધારણ, જેનેટિક કોડ બધું જ તેનાં પિતૃ ડીએનએની પ્રતિકૃતિ ગણી શકાય. એમ કહો ને કે, ક્લોનિંગ વડે મારા-તમારા જેવો આખેઆખો બીજો માણસ પેદા કરવો શક્ય છે. એ પણ એક-બે નહીં, અસંખ્ય! ક્લોનિંગ માટે ફક્ત એક જીવિત કોષની આવશ્યકતા પડે છે. તેને વિજ્ઞાનની મદદથી અન્ય કોઇ પણ જીવનાં ગર્ભમાં દાખલ કરાવવો સંભવ છે. પરંતુ મુશ્કેલી એ છે કે હાલ, વિશ્વનાં લગભગ તમામ દેશોએ માનવ-ક્લોન્સ પર પ્રયોગો કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તેમની ચિંતા સ્વાભાવિક છે.

Contents
ક્લોનિંગનાં કોન્સેપ્ટથી હજુ આપણે ઘણા અજાણ છીએ. વૈજ્ઞાનિક આંટીઘૂંટીઓમાં પડ્યા વગર, સરળ ભાષામાં કહેવું હોય તો, ક્લોનિંગ એટલે એવી પ્રક્રિયા જેમાં દરેક પ્રાણી-પશુ-પંખી-મનુષ્યનાં ડીએનએ (DNA)માંથી તેનાં જેવું દેખાતું બીજું રૂપ તૈયાર કરી શકાય.– પરખ ભટ્ટક્લોનિંગ વડે ઋભવ-ભાઈઓની ઉત્પત્તિ થઈ એટલું જ નહીં, પરંતુ એમનાં કોષમાંથી માતા-પિતાને પણ વૃધ્ધત્વમાંથી છૂટકારો મળ્યો!

ધારી લો કે, કોઇક માથાફરેલ વૈજ્ઞાનિકે તાલિબાની આતંકવાદી જૂથનાં વડાનું ક્લોન તૈયાર કરી નાંખ્યુ તો!? દુનિયા કેવી ભયંકર મુશ્કેલીમાં સપડાઈ જાય! ઓસામા-બિન-લાદેનને મારવામાં અમેરિકાને આંખે અંધારા આવી ગયા હતાં, તો અગર આવા બીજા હજારો ઓસામાઓ પેદા થઈ જાય તો વિશ્વનો શું હાલ થાય? આવી કલ્પના પણ આપણને ધ્રુજાવી મૂકવા કાફી છે. આમ છતાં અમુક દેશો છાનેછપને ક્લોનિંગ પર સતત નિતનવા પ્રયોગો કરી રહ્યા છે. કેટલીય સિક્રેટ ઓર્ગેનાઇઝેશન છેલ્લા ચાર-પાંચ દાયકાઓથી હ્યુમન-ક્લોનિંગને સફળ બનાવવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે.

- Advertisement -

ઇ.સ. 1997ની સાલમાં કલોનિંગનો સૌપ્રથમ સફળ પ્રયોગ એક ઘેટા પર થયો. પરંતુ એમાં પણ વૈજ્ઞાનિકોને 277 વખત નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ સફળતા હાથ લાગી હતી. વિશ્વની ફક્ત બે ટકા પ્રાણી-પ્રજાતિ પર ક્લોનિંગ સફળતાપૂર્વક થઈ શક્યું છે. બાકીની 98 ટકા પ્રાણી-પ્રજાતિનાં ગર્ભમાં કંઇ-કેટલીયવાર ડીએનએ વડે ક્લોન પેદા કરવાની કોશિશો થઈ, પરંતુ તદ્દન નિષ્ફળ! માનવ-ક્લોન ઉભા કરવા એ તો આનાથી પણ વધારે જટિલ કાર્ય છે. જેમણે ‘એવેન્જર્સ : એજ ઓફ અલ્ટ્રોન’ જોયું હશે એમને ખ્યાલ છે કે ટોની સ્ટાર્ક દ્વારા તૈયાર થયેલો આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ ધરાવતો ખૂંખાર રોબોટ અલ્ટ્રોન પોતાનાં જેવા અસંખ્ય નવા રોબોટ તૈયાર કરે છે. જાણવા જેવી વાત એ છે કે, રોબોટિક ક્લોન તૈયાર કરવા એ કોઇ મોટી વાત નથી, પરંતુ રંગસૂત્રોની અદલાબદલી કર્યા બાદ માણસ જેવી અદ્દલોદ્દલ પ્રતિકૃતિ ઉભી કરવાનું કામ તો લોઢાનાં ચણા ચાવવા કરતાં પણ વધુ મુશ્કેલ છે.

સવાલ એ છે કે આપણા ધાર્મિક ગ્રંથોમાં ક્લોનિંગની કોઇ વિશેષ સમજૂતી આપવામાં આવી છે કે નહીં? કેટલીક કથાઓમાં ઋષિ-મુનિઓએ ઘોડા તેમજ ગાયની અન્ય પ્રજાતિઓ ઉત્પન્ન કર્યાનાં ઉદાહરણો મૌજૂદ છે. શરૂઆત ઋગ્વેદથી કરીએ. ઋભુ, વજ્ર અને વિભુ નામનાં ત્રણ ભાઈઓની વાત આપણે ત્યાં ઘણી પ્રખ્યાત છે. તેમનાં પિતાનાં વૃધ્ધત્વને યુવાન સ્વરૂપ આપવા માટે એમનાં શરીરમાંથી ત્રણે ભાઈઓને ઉત્પન્ન કરવામાં આવ્યા. તેમની ઉત્પત્તિને ઋગ્વેદમાં સાત અલગ-અલગ મુનિઓ (કણ્વ મેધાતિથિ, અંગિરસ કુત્સ, દીર્ઘતમસ, વિશ્વામિત્ર, વામદેવ, વશિષ્ઠ મૈત્રવરૂણી, શ્રૃણુ અર્ભવ)એ સાત શ્લોકો વડે વર્ણવી છે. ધ્યાનાકર્ષક બાબત એ છે કે દરેક ઋષિ-મુનિઓ જુદી-જુદી પેઢીનાં છે. જે બાબત કદાચ સૂચવે છે કે, ભારતમાં ક્લોનિંગ-સાયન્સ સદીઓ સુધી અસ્તિત્વમાં રહ્યું હતું.

ક્લોનિંગ વડે ઋભવ-ભાઈઓની ઉત્પત્તિ થઈ એટલું જ નહીં, પરંતુ એમનાં કોષમાંથી માતા-પિતાને પણ વૃધ્ધત્વમાંથી છૂટકારો મળ્યો!

युवाना पितरा पुनः सत्यमन्त्रा रजूयवः |
रभवो विष्ट्यक्रत 
||

- Advertisement -

(ઋગ્વેદ ૧.૨૦.૪)

અર્થ: અસરકારક મંત્રશક્તિ (પ્રાર્થના), પ્રામાણિકતા અને તમામ શક્ય પ્રયાસો વડે ઋભવ-ભાઈઓનાં માતા-પિતાને પુન: યૌવન પ્રાપ્ત થયું.
અહીં એક વાત એ પણ સમજવા જેવી છે કે, ક્લોનિંગ વડે ઋભવ-ભાઈઓની ઉત્પત્તિ થઈ એટલું જ નહીં, પરંતુ એમનાં કોષમાંથી માતા-પિતાને પણ વૃધ્ધત્વમાંથી છૂટકારો મળ્યો!

पुनर ये चक्रुः पितरा युवाना सना यूपेव जरणा शयाना |
ते वाजो विभ्वां रभुर इन्द्रवन्तो मधुप्सरसो नो ऽवन्तु यज्ञम 
||

(ઋગ્વેદ ૪.૩૩.૩)

અર્થ : ખરી ચૂકેલા પાનની માફક વૃધ્ધત્વ ધારણ કરેલા એનાં માતા-પિતાને યૌવન અર્પિત કરનાર (ઋભવ ભાઈઓ)ને દેવો આશિર્વાદ બક્ષે.
ઋભવ ભાઈઓનો જન્મ થયો ત્યારે દુધાળી ગાયોની ખૂબ અછત વર્તાઈ રહી હતી. લોકોને પીવા પૂરતું દૂધ પણ નસીબ નહોતું થતું. ઋભવ ભાઈઓને એક એવી ગાય પેદા કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું, જે અન્યો કરતાં વધુ પ્રમાણમાં દૂધ આપી શકે! ઋગ્વેદની અમુક ઋચાઓમાં ગાયની પીઠ પરથી લેવામાં આવેલા કોષનું વર્ણન કરે છે, જે ખરેખર વાંચવા જેવું છે :

निश्चर्मण रभवो गामपिंशत सं वत्सेनास्र्जता मातरं पुनः |
सौधन्वनासः सवपस्यया नरो जिव्री युवाना पितराक्र्णोतन 
||

(ઋગ્વેદ ૧.૧૧૦.૮)

અર્થ : હે ઋભવ, ગાયનાં ચર્મમાંથી ઉદ્ભવ થયેલા ગાયનાં નવા બચ્ચા પાસે તેની માતાને ફરી લઈ આવવામાં આવે.
હવે પછીની ઋચા તો સૌથી વધુ ધ્યાન ખેંચે એવી છે, કારણકે એમાં સાફ શબ્દોમાં કહેવાયું છે કે, (ક્લોનિંગની) આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવામાં ઋભવ ભાઈઓને લગભગ એક વર્ષનો સમય લાગ્યો!

यत संवत्सम रभवो गाम अरक्षन यत संवत्सम रभवो मा अपिंशन |
यत संवत्सम अभरन भासो अस्यास ताभिः शमीभिर अम्र्तत्वम आशुः 
||

(ઋગ્વેદ ૪.૩૩.૪)

અર્થ : સતત એક વર્ષ સુધી દૂઝણી ગાયને ઋભવ ભાઈઓએ પોતાની પાસે રાખી તેનું સંવર્ધન કર્યુ, તેનાં અંગો વિકસાવ્યા
મોટો ભાઈ એક કોષમાંથી ફક્ત બે ગાયો બનાવવા માંગતો હતો, પરંતુ સૌથી નાના ભાઈને એ મંજૂર નહોતું આથી એણે ત્રણ ક્લોન્સ બનાવવાનો આગ્રહ કર્યો.

जयेष्ठ आह चमसा दवा करेति कनीयान तरीन कर्णवामेत्य आह |
कनिष्ठ आह चतुरस करेति तवष्ट रभवस तत पनयद वचो वः 
||

(ઋગ્વેદ ૪.૩૩.૫)

અર્થ : મોટા (જયેષ્ઠ)એ કહ્યું, આમાંથી બે બનાવીએ. કનિષ્ઠ (નાના)એ કહ્યું, ના, ત્રણ બનાવીએ.
હવે પછીની ઋચા સૂચવે છે કે, એક વર્ષનો સમય વીત્યા બાદ ગાય અને ઘોડાનું નવું સ્વરૂપ તૈયાર થયું.

अपो हय एषाम अजुषन्त देवा अभि करत्वा मनसा दीध्यानाः |
वाजो देवानाम अभवत सुकर्मेन्द्रस्य रभुक्षा वरुणस्य विभ्वा 
||

(ઋગ્વેદ ૪.૩૩.૯)

આ કામ પૂરું થયે, ઋભવ ભાઈઓને સ્વર્ગનાં રાજા ઇન્દ્ર માટે અત્યંત શક્તિશાળી અશ્વો બનાવવાનું કાર્ય સોંપાયું. પહેલા તો તેમણે ‘હરિ’ નામક અશ્વને ઉત્પન્ન કરી ઇન્દ્રને સોંપ્યો. પરંતુ તેનાં રથને ખેંચવા માટે ફક્ત એક અશ્વથી કામ ચાલે એમ ન હોવાને કારણે તેમણે ‘હરિ’નું ક્લોન તૈયાર કર્યુ. જેનો પુરાવો નીચેનાં શ્લોક વડે મેળવી શકાય છે :

तक्षन रथं सुव्र्तं विदम्नापसस्तक्षन हरी इन्द्रवाहा वर्षण्वसू |
तक्षन पित्र्भ्यां रभवो युवद वयस्तक्षन्वत्साय मातरं सचाभुवम 
||

(ઋગ્વેદ ૧.૧૧૧.૧) 

निश्चर्मणो गामरिणीत धीतिभिर्या जरन्ता युवशा ताक्र्णोतन |
सौधन्वना अश्वादश्वमतक्षत युक्त्वा रथमुप देवानयातन 
||

(ઋગ્વેદ ૧.૧૬૧.૭)

હવે, આ સમગ્ર પ્રક્રિયા કઈ વૈજ્ઞાનિક પધ્ધતિને અનુસરીને કરવામાં આવી એનાં વિશે પણ થોડું જટિલ વિશ્લેષણ ઋગ્વેદમાં આપવામાં આવ્યું છે, જેનો શ્લોક કંઈક આ મુજબ છે :

तत सविता वो अम्र्तत्वामासुवदगोह्यं यच्छ्रवयन्त ऐतन |
तयं चिच्चमसमसुरस्य भक्षणमेकं सन्तमक्र्णुता चतुर्वयम 
||

(ઋગ્વેદ ૧.૧૧૦.૩)

પ્રાચીન સમયમાં ‘ચિત્ત ચમસ’નાં ઘણા શબ્દાર્થ થતાં. પરંતુ અહીં ચમસનો અર્થ છે : કોષ અથવા ગર્ભપેશી. ઘણા સંસ્કૃતજ્ઞો ચમસનો અર્થ ‘પીવાનો પ્યાલો’ એવો પણ કરે છે. પરંતુ શ્લોકમાં સાફ શબ્દોમાં દર્શાવાયું છે કે, ચમસને ચાર એકસરખા ભાગમાં વહેંચવામાં આવ્યા! પ્યાલાનાં ચાર વિભાજન તો કઈ રીતે શક્ય છે? એનાં બદલે જો ‘ચમસ’નો અર્થ ‘કોષ’ અથવા ‘ગર્ભપેશી’ કરવામાં આવે તો સમજી શકાય એવી વાત છે કે એક કોષનાં ચાર જુદા જુદા વિભાજન વડે ચાર પ્રાણીઓનો જન્મ થયો.

You Might Also Like

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

ગુજરાતીમાં ફરી જીવંત બન્યું મોગલીનું જંગલ

સંસદની દરેક મિનિટનો ખર્ચ 2.5 લાખ, છતાં હોબાળાથી ઠપ કાર્યવાહી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડ્રોન એટેક પછી! ભારતીય કમાન્ડો ફોર્સની વાત
Next Article સાધના કરવા માટે એકાંતનું મહત્વ કેટલું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
Author

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?