By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    7 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    7 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    7 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    7 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ
રાજકોટ

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

Khaskhabar Editor
Last updated: 2026/07/14 at 2:01 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટમાં ભેળસેળખોરો સામે મનપાના આરોગ્ય વિભાગના દરોડા

35 વેપારીને નોટિસ, રૂ.44,500નો દંડ વસૂલાયો, 12 નમૂના લેવાયા

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે વધુ એક વ્યાપક સર્વેલન્સ અભિયાન હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 121 પેઢી, રેસ્ટોરન્ટ અને ખાદ્ય વ્યવસાયિક એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 55 કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રિન્ટેડ પસ્તીનો 180 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, સ્વચ્છતા, લેબલિંગ અને અન્ય નિયમોના ભંગ બદલ કુલ 35 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ પેઢીઓ પાસેથી કુલ રૂ.44,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) એક્ટ હેઠળ 12 ખાદ્ય નમૂનાઓ એકત્ર કરી પૃથ્થકરણ માટે માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ટાગોર રોડ પર વન-દ્વારકા કોમ્પ્લેક્સ સામે આવેલી શ્રીમાન છોટુજી સમોસેવાલે પેઢી સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યોગ્ય સ્ટોરેજનો અભાવ, વાસી તૈયાર ખાદ્ય ચીજો અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ મળી આવતા કુલ 55 કિલોગ્રામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પેઢીને રૂ.5,000નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો તેમજ આંબલી-ખાંડની લૂઝ ચટણીનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો.

ધમાભાઈ બ્રેડવાળા, જનતા બેકરી, વરિયા ભજીયા હાઉસ, બાલગોપાલ લાલજી નાસ્તા હાઉસ, જય બાલાજી લસ્સી એન્ડ કોલ્ડ્રિંક્સ, ઉમિયાજી ફરસાણ, રાજમંદિર ફરસાણ સહિત અનેક વેપારીઓને લાઇસન્સનો અભાવ, અનહાઈજેનિક સ્થિતિ, વપરાશમાં લેવાતા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી, થર્મોકોલના બાઉલનો ઉપયોગ, લાઇસન્સ વગર ખરીદી, પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અને અન્ય નિયમોના ભંગ બદલ નોટિસો આપવામાં આવી હતી તેમજ દંડ વસૂલવામાં આવ્યો હતો.

ગાયત્રીનગર, મોરબી રોડ, કોઠારીયા રોડ, જામનગર રોડ, બજરંગવાડી, પેડક રોડ, સંત કબીર રોડ, મવડી રોડ, ગોંડલ રોડ અને અન્ય વિસ્તારોમાં આવેલી અનેક ફરસાણ, મીઠાઈ, હોટલ, પાન-કોલ્ડ્રિંક્સ અને નાસ્તાની દુકાનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટાભાગની જગ્યાએ લાઇસન્સ વગર વ્યવસાય ચલાવવો, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ, ખુલ્લા ખાદ્ય પદાર્થો રાખવા, અનહાઈજેનિક સ્થિતિ, મીઠાઈ પર ટેગિંગનો અભાવ તથા ખાદ્યતેલની વિગતો પ્રદર્શિત ન કરવી જેવી ખામીઓ સામે આવી હતી. નિયમભંગ કરનાર વેપારીઓ પાસેથી રૂ.500થી રૂ.2,000 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન મવડી રોડની વરિયા ફરસાણમાંથી 16 કિલોગ્રામ, ગોંડલ રોડની જલારામ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાંથી 11 કિલોગ્રામ તથા મહાવીર ફરસાણમાંથી 4 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી જપ્ત કરવામાં આવી હતી. જય મહાકાળી પાણીપુરીમાંથી ત્રણ કિલોગ્રામ વાસી બાફેલા બટેટાના મસાલાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના રૈયા રોડ, જામનગર રોડ, મોરબી રોડ, ગોંડલ રોડ, પેડક રોડ, મંગળા રોડ, સંત કબીર રોડ, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક ખાદ્ય પેઢીઓની સ્થળ તપાસ કરી વેપારીઓને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી હતી.

મનપાના ફૂડ વિભાગે દૂધ અને પનીરમાં ભેળસેળ અટકાવવા માટે શહેરમાં અલગથી મિલ્ક ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરી હતી. આ અભિયાન હેઠળ અમૃત ડેરી ફાર્મ, ધારેશ્વર ડેરી ફાર્મ, માં આઈ ખોડિયાર દુગ્ધાલય, દ્વારકાધીશ ડેરી ફાર્મ, ગાયત્રી ડેરી ફાર્મ, ગોપાલ ડેરી ફાર્મ, જય શક્તિ ડેરી ફાર્મ, રાધિકા ડેરી ફાર્મ, દ્વારકેશ ડેરી ફાર્મ, બુટ ભવાની ડેરી ફાર્મ અને અન્ય ડેરીઓમાંથી લૂઝ મિક્સ દૂધ, ગાયનું દૂધ, ભેંસનું દૂધ તથા પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. મિલ્ક ચેકિંગ દરમિયાન પણ અનેક ડેરીઓમાં લાઇસન્સનો અભાવ, મીઠાઈ પર ટેગિંગ ન હોવું, ખાદ્યપદાર્થો ખુલ્લા રાખવા તથા લેબલિંગ સંબંધિત ખામીઓ સામે આવતા નોટિસ આપી રૂ.500થી રૂ.2,000 સુધીનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

પ્રિન્ટેડ પસ્તી સામે મનપાનું કડક વલણ : 180 કિલો જથ્થો જપ્ત કરી વેપારીઓ સામે કાર્યવાહી
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોના પેકિંગમાં પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરની 121 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસમાં કુલ 180 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગના જણાવ્યા મુજબ અખબાર કે અન્ય પ્રિન્ટેડ પેપરની શાહીમાં રહેલા કેમિકલ્સ અને રંગો ખાદ્ય પદાર્થોમાં ભળી માનવ આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. તેથી ફૂડ સેફ્ટીના નિયમો મુજબ ખાદ્ય ચીજોને પ્રિન્ટેડ પસ્તીમાં પેક કરવી કે પીરસવી પ્રતિબંધિત છે. તપાસ દરમિયાન અનેક વેપારીઓ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરતા ઝડપાતા તેમને નોટિસ ફટકારી વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો. મનપાએ વેપારીઓને ફૂડ ગ્રેડ પેકિંગ સામગ્રીનો જ ઉપયોગ કરવા સૂચના આપી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની તપાસ વધુ સઘન બનાવવાની ચેતવણી આપી છે.

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
Next Article નોકરીથી ઘરે જતા યુવકનું માધાપર ચોકડી પાસે કાળમુખા ડમ્પરની ઠોકરે મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?