By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    3 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    3 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    3 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    3 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 hours ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોતાનો દેશ છોડવામાં ગુજરાતીઓ ત્રીજા નંબરે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોતાનો દેશ છોડવામાં ગુજરાતીઓ ત્રીજા નંબરે!
ગુજરાત

પોતાનો દેશ છોડવામાં ગુજરાતીઓ ત્રીજા નંબરે!

Khaskhabar Editor
Last updated: 2025/01/30 at 5:36 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

અમેરિકામાં રહેતા 44% ભારતીય તેમની નાગરિકતા છોડી દે છે

2015 અને 2020ની વચ્ચે 8 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. 2020માં કોરોનાને કારણે આ આંકડામાં ઘટાડો થયો હતો. વર્ષ 2023ના આંકડા કહે છે કે, 1.25 કરોડ ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે, જેમાંથી 37 લાખ લોકો OCI (ઓવરસીઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા) કાર્ડધારક છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

ભારતીયોનું દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ જવું, ત્યાંની નાગરિકતા લઈ લેવી, હવે કોઈ નવાઈની વાત નથી રહી. અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં સ્થાયી થયેલા ભારતીયો મોટી સંખ્યામાં તેમની ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. વર્ષ 2023માં ભારતીય નાગરિકત્વનો ત્યાગ કરનારા લોકોની સંખ્યા 2 લાખને પાર થઈ ગઈ હતી. કોરોના રોગચાળા દરમિયાન ભારતીયો દ્વારા ભારતની નાગરિકતાનો ત્યાગ કરવામાં ઘટાડો થયો હતો, પરંતુ એ પછી એમાં સતત વધારો થતો રહ્યો છે. ભારતીયોમાં દેશ છોડવાનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? તેના કારણ ઘણા છે.અમેરિકામાં રહેતા સરેરાશ 44 ટકા ભારતીયો તેમની નાગરિકતા છોડી દે છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા 33 ટકા ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે. બ્રિટન, સાઉદી અરેબિયા, કુવૈત, યુએઈ, કતાર, સિંગાપોર જેવા દેશોમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો સ્થાયી થઈ રહ્યા છે. વિદેશી નાગરિકતા મેળવ્યા પછી અરજદારે પોતાનો ભારતીય પાસપોર્ટ રદ કરવા માટે ભારતીય કોન્સ્યુલેટને આપી દેવો પડે છે. એની સાથે વિદેશી પાસપોર્ટની નકલ પણ આપવી પડે છે. કોન્સ્યુલેટ ભારતીય પાસપોર્ટ રદ કરે છે અને તેને ‘ત્યાગ પ્રમાણપત્ર’ સાથે અરજદારને પરત કરે છે. અરજદારે 3 વર્ષની અંદર ત્યાગ પ્રમાણપત્ર મેળવી લેવાનું હોય છે.

OIC કાર્ડ શું છે?
ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. એટલે જો તમે અન્ય કોઈ દેશની નાગરિકતા લેવા માંગતા હો, તો તમારે ભારતીય નાગરિકતા છોડવી પડે છે. OCI કાર્ડ એ વિદેશમાં સ્થાયી થનાર અને ત્યાંની નાગરિકતા લેનાર ભારતીય લોકો માટેની ખાસ સુવિધા છે. OCI ભારતમાં જીવનભર રહેવા, કામ કરવા અને તમામ પ્રકારના આર્થિક વ્યવહારો કરવાની સુવિધા આપે છે. OCI ધારક જ્યારે પણ ઈચ્છે ત્યારે વિઝા વિના ભારત આવી શકે છે. તે આજીવન માટે માન્ય છે.

- Advertisement -

ભારતની નાગરિકતા છોડવાના પાછળ કયા કારણો છે?
સૌથી મોટું કારણ – પૈસા ! : ભારતીયોનું ભારત છોડવા પાછળનું સૌથી મોટું કારણ પૈસા છે. જાપાન અને જર્મનીને પાછળ છોડીને ભારત 2030 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે, પરંતુ માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની બાકી છે. ભારતની સરખામણીમાં વિદેશમાં વધુ આવક રળવાની તક મળતી હોવાથી ભારતીયોને વિદેશનું ઘેલું લાગ્યું છે. ભારતમાં પ્રતિ કલાક સરેરાશ મજૂરી દર રૂપિયા 170 છે જ્યારે બ્રિટનમાં 945 અને અમેરિકામાં 596 રૂપિયા મળે છે. ઉપરાંત, આ દેશોમાં શ્રમ કાયદાનું પણ કડકપણે પાલન કરવામાં આવે છે. તેથી ભારતીયો આ દેશોમાં કામ કરવાનું પસંદ કરી રહ્યા છે.

ઉચ્ચ શિક્ષણ પણ આકર્ષણ જગાવે છે : ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જાય છે. એમ કરવામાં પણ ભણ્યા બાદ વિદેશમાં સ્થાયી થઈ જવાની ગણતરી હોય છે. ભારતીય વિદ્યાર્થીઓમાંથી 60 ટકાથી વધુ ભારત પાછા નથી આવતા. વિદેશમાં નોકરી મેળવ્યા પછી ત્યાંની નાગરિકતા મેળવી લે છે.

બહેતર સ્વાસ્થ્ય સેવાઓ મળે છે : ભારતની સરખામણીમાં વિદેશમાં ઘણી સારી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો દેશ છોડી રહ્યા છે.

સારું જીવનધોરણ : રહેઠાણથી લઈને કામનું સારું વાતાવરણ અને સરકારી સેવાઓથી લઈને ખાનગી સગવડો સુધીની તમામ સુવિધા બાબતે અન્ય દેશો ભારત કરતાં આગળ હોવાથી પણ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરે છે.

ઓછું પ્રદૂષણ : ભારતમાં કેટલું પ્રદૂષણ છે, એ સૌને ખબર છે. વિદેશના મોટાભાગના દેશો ભારત જેટલા પ્રદૂષિત ન હોવાથી પણ વિદેશ કમાવા માટે ગયેલા ભારતીયો પછી ત્યાંની નાગરિકતા લઈને કાયમ માટે ત્યાં જ સ્થાયી થઈ જવાનું પસંદ કરે છે.

રોકાણના સારા વિકલ્પ : પોતે કરેલી બચતના વધુ સારા વિકલ્પ વિદેશમાં ઉપલબ્ધ હોવાથી પણ ભારતીયો વિદેશી નાગરિકતા લઈ રહ્યા છે.

કયા દેશમાં કેટલા ભારતીયોએ નાગરિકતા લીધી?
અમેરિકા
78,284
ઓસ્ટ્રેલિયા
23,533
કેનેડા
21,597
બ્રિટન
14,637
ન્યૂઝીલેન્ડ
2,643
સિંગાપોર
2,516
જર્મની
2,381
નેધરલેન્ડ
2,187

દેશ છોડવાના મુખ્ય કારણો
રોકાણના સારા વિકલ્પ
શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સેવા
સારું જીવનધોરણ
ઉચ્ચ શિક્ષણ
વધારે આવક

2014થી 2022 સૌથી વધુ કયા રાજ્યના લોકોએ દેશની નાગરિકતા છોડી?

દિલ્હી- 60,414

પંજાબ-28,117

ગુજરાત-22,300

5 વર્ષમાં 8,34,482 ભારતીયે નાગરિકતા છોડી

2019
1,44,017
2020
85,256
2021
1,63,370
2022
2,25,620
2023
2,16,219

You Might Also Like

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી

મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ

TAGGED: Gujaratis
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલથી બજેટ સત્ર : રાષ્ટ્રપતિનું સંબોધન : શનિવારે બજેટ
Next Article એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપશે ભાજપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?