By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    12 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    12 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    13 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    13 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
અમદાવાદ

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

Khaskhabar Editor
Last updated: 2026/05/07 at 4:17 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

66 વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર રાજ્યસભામાં કૉંગ્રેસનો એક પણ સાંસદ નહીં હોય, શક્તિસિંહના નિવૃત્ત થતાં જ ઈતિહાસ પલટાશે

શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ: 1960 પછી પ્રથમ વખત ઉચ્ચ સદનમાં ગુજરાતમાંથી ‘પંજો’ ગાયબ થશે, ભાજપનું એકહથ્થુ શાસન

- Advertisement -

વિધાનસભામાં 17માંથી 12 પર આવી ગયેલું સંખ્યાબળ નડ્યું: ભાજપ ચારેય બેઠકો કબજે કરવા તૈયાર, વિપક્ષનું અસ્તિત્વ જોખમમાં

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે. વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ છેલ્લા 66 વર્ષમાં જે ક્યારેય નથી બન્યું તે હવે બનવા જઈ રહ્યું છે. આગામી રાજ્યસભા ચૂંટણી બાદ સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો એક પણ પ્રતિનિધિ જોવા મળશે નહીં. આ ફેરફાર ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય અને કોંગ્રેસના સતત ઘટતા જતા જનાધારનું પરિણામ છે.
વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતીને રેકોર્ડ સર્જ્યો હતો, જ્યારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. જોકે, પડતી અહીં જ ન અટકી. ચૂંટણી બાદ પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ કેસરિયો ધારણ કર્યો અથવા રાજીનામા આપ્યા, જેના કારણે આજે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને માત્ર 12 પર પહોંચી ગયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોના મતો નિર્ણાયક હોય છે અને માત્ર 12 ધારાસભ્યોના જોરે કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકે તેમ નથી.
હાલમાં રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. તેઓ પક્ષના પ્રદેશ પ્રમુખ પણ છે. શક્તિસિંહનો કાર્યકાળ આગામી 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. તેમની નિવૃત્તિની સાથે જ રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે. આ બેઠક જીતવા માટે કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો નથી, જેનો સીધો ફાયદો ભાજપને થશે. ભાજપ આ બેઠક પણ પોતાના નામે કરી લેશે, પરિણામે ગુજરાતની તમામ 11 રાજ્યસભા બેઠકો પર ભાજપના સાંસદોનો કબજો થઈ જશે.
ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકોમાં ભાજપના નરહરિ અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારાનો સમાવેશ થાય છે, જ્યારે ચોથી બેઠક શક્તિસિંહ ગોહિલની છે. નિયમ મુજબ, રાજ્યસભામાં એક બેઠક જીતવા માટે જરૂરી મતોનું ગણિત જોતા ભાજપ પાસે અત્યારે 160થી વધુ ધારાસભ્યોનું સમર્થન (અપક્ષ અને સાથી પક્ષો સહિત) છે.
રાજ્યસભાની એક બેઠક જીતવા માટે પ્રથમ પસંદગીના અંદાજે 36થી 37 મતોની જરૂર પડતી હોય છે. ચારેય બેઠકો જીતવા માટે ભાજપને કુલ 144 મતોની જરૂર પડશે, જે તેમની પાસે ઉપલબ્ધ સંખ્યાબળ કરતા ઓછા છે. એટલે કે, ભાજપ આરામથી ચારેય બેઠકો બિનહરીફ અથવા તો જંગી બહુમતીથી જીતી લેશે. બીજી તરફ, કોંગ્રેસ પાસે માત્ર 12 મતો હોવાથી તેઓ મેદાનમાં ઉમેદવાર ઉતારવા માટે પણ સક્ષમ નથી.

- Advertisement -

વિપક્ષની નબળી સ્થિતિ

ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી અને અન્ય વિપક્ષી દળોની સ્થિતિ પણ એવી નથી કે તેઓ રાજ્યસભાના પરિણામોમાં કોઈ ફેરફાર લાવી શકે. મે અને જૂન મહિનામાં દેશભરની 26 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી યોજાવાની છે, જેમાં ગુજરાતની આ ચાર બેઠકો પર સૌની નજર રહેશે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે. એક સમયે ગુજરાતમાં સત્તા ભોગવનાર પક્ષ આજે સંસદના ઉચ્ચ સદનમાં પોતાનો એક પણ પ્રતિનિધિ મોકલી શકવાની સ્થિતિમાં નથી, જે કાર્યકરો માટે હતાશાજનક સમાચાર છે. ભાજપ માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ હશે, કારણ કે તેઓ રાજ્યમાં લોકસભાની તમામ 26 બેઠકો બાદ હવે રાજ્યસભાની પણ તમામ 11 બેઠકો પર એકચક્રી શાસન સ્થાપવા તરફ આગળ વધી રહ્યા છે.
આગામી દિવસોમાં જ્યારે રાજ્યસભાની આ બેઠકો માટે સત્તાવાર જાહેરનામું બહાર પડશે, ત્યારે ભાજપના નવા ચહેરાઓ કોણ હશે તેના પર પણ સૌની મીટ મંડાયેલી છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે 21 જૂન પછી ગુજરાતના રાજકીય નકશામાં રાજ્યસભામાંથી કોંગ્રેસનો સૂર્ય આથમી જશે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Next Article સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?