ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે સોહરાબુદ્દીન શેખના ભાઈ રુબાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં મુંબઈની સેશન્સ કોર્ટના એ ચુકાદાને પડકારાયો હતો, જેમાં ગુજરાત અને રાજસ્થાનના પોલીસ કર્મચારી સહિત 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતા. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને ગૌતમ અંખાદની બેન્ચે આ અપીલોને ફગાવતા જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના ચુકાદામાં દખલ કરવા માટે કોઈ મજબૂત આધાર કે કેસ જણાતો નથી.
આ કેસની શરૂઆત 23 નવેમ્બર, 2005ના રોજ થઈ હતી. સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. આ દરમિયાન તેલંગાણાના ઝહિરાબાદ પાસે ગુજરાત અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ તેમની બસ અટકાવી ત્રણેયની અટકાયત કરી હતી. ત્યારબાદ સોહરાબુદ્દીન અને કૌસર બીને ગુજરાત લવાયા હતા, જ્યારે પ્રજાપતિને કસ્ટડીમાં રાખી 26 નવેમ્બર, 2005ના રોજ રાજસ્થાનના ભીલવાડાથી ધરપકડ બતાવી જેલમાં મોકલી દેવાયો હતો.
ઈઇઈંના જણાવ્યાનુસાર, 25 અને 26 નવેમ્બર, 2005ની મધ્યરાત્રિએ પોલીસ અધિકારીઓએ સોહરાબુદ્દીનનું નકલી એન્કાઉન્ટર કર્યું હતું. ત્યારબાદ કૌસર બીની પણ હત્યા થઈ હતી. 28 નવેમ્બર, 2005ના રોજ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ દરમિયાન પોલીસે દાવો કર્યો હતો કે સોહરાબુદ્દીન આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનો સભ્ય હતો અને તે ગુજરાતના એક ‘મોટા રાજકીય નેતા’ની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો.
આ ગાળામાં એક વર્ષ બાદ, 28 ડિસેમ્બર, 2006ના રોજ તુલસીરામ પ્રજાપતિનું પણ એન્કાઉન્ટર થયું હતું. ઈઇઈંએ આ એન્કાઉન્ટરને પણ ‘તૂત’ ગણાવ્યું હતું. તપાસ એજન્સીનો આરોપ હતો કે, તુલસી પ્રજાપતિ સોહરાબુદ્દીન અને કૌસર બીના અપહરણનો મુખ્ય સાક્ષી હતો, તેથી તેને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું ઘડાયું હતું. તુલસી પ્રજાપતિએ જ અગાઉ જેલના સાથીઓ અને માનવાધિકાર પંચ સમક્ષ પોતાની હત્યા થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.



