By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    1 day ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    1 day ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    2 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    6 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    1 day ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    1 day ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    1 day ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    2 days ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 day ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    3 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    5 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગરવા ગિરનારની ગોદમાં યોજાશે ગ્રીન રક્ષાબંધન મહોત્સવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > ગરવા ગિરનારની ગોદમાં યોજાશે ગ્રીન રક્ષાબંધન મહોત્સવ
જુનાગઢ

ગરવા ગિરનારની ગોદમાં યોજાશે ગ્રીન રક્ષાબંધન મહોત્સવ

Khaskhabar Editor
Last updated: 2024/07/12 at 6:03 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

વિશ્ર્વની સૌ પ્રથમ ફેસ્ટિવલ એડવેન્ચર ટુરિઝમ ઇવેન્ટ અંતર્ગત ગિરનાર પર્વત પ્રકૃતિ અને સંસ્કૃતિનાં ઇકોફ્રેન્ડલી સેલિબ્રેશનનો સાક્ષી બનશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

હજારો વર્ષોથી ગિરનાર પર્વત આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કૃતિનું કેન્દ્ર બની રહ્યો છે ત્યારે આગામી રક્ષાબંધને પ્રકૃતિ અને સંસ્કૃતિના ઇકો ફ્રેન્ડલી અનુબંધને આગળ વધારવા માટે ’ગ્રીન રક્ષાબંધન’ ના નામે એક અનોખા અને અભૂતપૂર્વ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન ની વિગતો આપતા રંગલો ક્રિએશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર અને ડાયરેકટર રવિભાઈ વિરપરિયાએ જણાવ્યું હતું કે તેમનું આયોજન દરેક અર્થમાં યુનિક અને અભૂતપૂર્વ બની રહે તે પ્રકારે તમામ તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ગ્રીન રક્ષાબંધન દ્વારા તેઓ પ્રકૃતિનું મહત્વ લોક હૃદયમાં સ્થાપિત થાય અને પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનું છૂટી રહેલું જોડાણ ફરી સંધાય તે હેતુથી આ આયોજન કરી રહ્યા છે.

આગામી રક્ષાબંધનના પર્વ નિમિત્તે 18 ઓગસ્ટ રવિવારના રોજ ગિરનારના દરેક પગથિયા પર ગ્રીન રક્ષાબંધનના નિયત કરેલા ડ્રેસકોડ સાથે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરશે. આ રક્ષાપર્વમાં ફ્કત 16 થી 36 વર્ષના ભાઈ બહેનો જ ભાગ લઈ શકશે. આ ઇવેન્ટનું થીમ સોંગ ટૂંક સમયમા જ લોન્ચ કરવામાં આવશે. આ અનોખા પર્વને વધુ શાનદાર બનાવવા માટે તેમાં અનેક ઓનલાઈન સ્પર્ધાઓના આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે. ‘ગ્રીન રક્ષાબંધન’ની થીમ અંતર્ગત માનવ જીવનની જરૂરિયાત સમાન પ્રકૃતિની જાળવણી અર્થે સમગ્ર ગુજરાતમાં 11 લાખ વૃક્ષોના વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

આ ‘ગ્રીન રક્ષાબંધન’ ઇવેન્ટની યાદગીરીરૂપે ગુજરાતના 1111 ગામોમાં 111 વૃક્ષોના ‘રક્ષાવન’ ઉછેરવામાં આવશે. જ્યારે આ ઇવેન્ટ દરમિયાન જ 111 ગામોમાં 1000 લેખે કુલ એક લાખ 11 હજાર ફળાઉ ઝાડના રોપાનું વિતરણ પણ કરવાનો આયોજન વિચારવામાં આવ્યું છે. રવિ વીરપરિયાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે ગ્રીન રક્ષાબંધન એ દેશની પ્રથમ ફેસ્ટિવલ એડવેન્ચર ટુરિઝમ ઇવેન્ટ બની રહેશે અને આવનારા સમય માટે ભારતીય સંસ્કૃતિ અને તહેવારને વૈશ્વિક ઓળખ આપવાનું કામ કરશે.ભારતનાં સોફ્ટ પાવર ની વૈશ્વિક લેવલે નોંધ લેવામાં આવશે અને તેમને વિશ્વની વિવિધ રેકોર્ડ બુકમાં સ્થાન મળતા સમગ્ર દુનિયાના લોકો આધ્યાત્મિક ભૂમિ ગિરનાર અને ભારતીય સંસ્કૃતિના મહાપર્વ એવા રક્ષાબંધનથી માહિતગાર થશે.આ ઇવેન્ટના વ્યાપક પ્રચાર અને પ્રસારને કારણે ગિરનારને આજુબાજુના પ્રવાસન સ્થળોનું આધ્યાત્મિક ટુરીઝમ તરીકે નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડિંગ થશે જેનો ફાયદો આવનારા સમયમા પ્રવાસન ક્ષેત્રને પણ મળશે.

- Advertisement -

આ ઇકો ફ્રેન્ડલી ગ્રાન્ડ સેલિબ્રેશન સાથે વિશ્વમાં ‘સિસ્ટર બ્રધર ડે’ ઉજવણીનો શુભારંભ થશે. ’ગ્રીન રક્ષાબંધન’ મહોત્સવ દરમિયાન વિવિધ દેશના પ્રતિનિધિઓ, વિવિધ ધર્મ અને જ્ઞાતિના આગેવાનો, દેશના રાજ્યોનું પ્રતિનિધિત્વ, કેન્દ્ર અને રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ, રાજકીય તથા સામાજિક આગેવાનો, સહકારી સંસ્થાઓના આગેવાનો, કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો,
સિનેમાના સેલિબ્રિટીઓ, આર્મ્સ ફોર્સિસ અને શિક્ષણ ક્ષેત્રના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ આયોજન સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી બની રહે તે માટે બાયોડીગ્રેડેબલ ડીશમાં પ્લાસ્ટિક ફ્રી મટીરીયલ આપવામાં આવશે. ‘ગ્રીન રક્ષાબંધન’ ના નામને સાર્થક કરતાં દરેક બહેન ભાઇના કાંડે વૃક્ષોના બીજ સાથેની એક સ્પેશ્યલ રાખડી પણ બાંધશે.
ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ ભાઈ બહેનોને ’ગ્રીન ગિફ્ટ’ રૂપે 11 વૃક્ષના બીજ આપવામાં આવશે. દરેક બહેનોને 11 ઔષધી અને કિચન ગાર્ડન બીજનું પેકેટ આપવામાં આવશે.

વિશેષ કાર્યક્રમ અંતર્ગત 111 સ્પેશિયલ સ્ટોરીની સંપાદિત પુસ્તકની ગિફ્ટ પણ આ ઇવેન્ટના માધ્યમથી ભાગ લેનાર ભાઈ બહેનને આપવામાં આવશે. સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવા માટે ગુજરાતની 101 સ્કૂલ અને કોલેજને આ ઇવેન્ટમાં સહભાગીદાર બનાવવા માટેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ઇવેન્ટનું ગ્રીન કેમ્પેઇન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઇવેન્ટની પૂર્વ સંધ્યાએ ભાઈ બહેનની થીમ પર ગ્રાન્ડ નાઈટ કલ્ચરર ઇવેન્ટ યોજાશે. જેમાં નામાંકીત કલાકારો પોતાનું પરફોર્મન્સ આપશે.

સ્કૂલ કોલેજ સિવાય પણ ભાગ લેવા માંગતાં ભાઈઓ અને બહેનોના રજીસ્ટ્રેશન પણ ટૂંક સમયમાં શરુ થશે. ‘ગ્રીન રક્ષાબંધન’ વિશે વધુ માહિતી, સ્પોન્સરશીપ, કોલોબ્રેશન કે વોલેન્ટિયર બનવા માટે ફિક્ષલહજ્ઞભયિફશિંજ્ઞક્ષલળફશહ.ભજ્ઞળ અથવા 90818 11161 કે 88666 09807 પર સંપર્ક કરવો. અને લયિયક્ષફિસતવફબફક્ષમવફક્ષના સોશ્યલ મીડિયા હેન્ડલ ફોલો કરવાથી ઇવેન્ટ વિશે રેગ્યુલર અપડેટ મળતી રહેશે. તેવું સંસ્થાન આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: Garwa Girnar, Green Rakshabandhan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરિવાર સાથે સમય પસાર કરવા માટે મળશે સરકારી રજા: આસામના મુખ્યમંત્રીનો નિર્ણય
Next Article કરોડોના ખર્ચ પછી ભ્રષ્ટાચારની સાક્ષી પૂરતું હિરાસર એરપોર્ટ: કૉંગ્રેસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
બે સ્પેશિયલ કોર્ટ બંધ કરવાનો નિર્ણય : ચાલુ 13 કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થશે
કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?