40 વર્ષમાં સૌથી મોટાં ભૂખમરાને કારણે આ નિર્ણય લેવાયો: 7 કરોડ લોકો ભૂખમરાથી પીડાય રહ્યાં
સરકારે ઝિમ્બાબ્વેમાં ભૂખમરા સામે લડવા હાથીઓને મારી નાખવાનો આદેશ આપ્યો છે. ઝિમ્બાબ્વેના 4 જિલ્લામાં 200 હાથીઓને મારી નાખવામાં આવશે અને તેમનાં માંસને વિવિધ સમુદાયોમાં વહેંચવામાં આવશે.
- Advertisement -
ઝિમ્બાબ્વે પાર્ક્સ એન્ડ વાઈલ્ડ લાઈફ ઓથોરિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. ઝિમ્બાબ્વે છેલ્લાં 4 દાયકામાં સૌથી મોટાં દુષ્કાળની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેનાં કારણે દેશની લગભગ અડધી વસ્તી ખાદ્ય સંકટનો સામનો કરી રહી છે. દુષ્કાળના કારણે દેશનો આખો પાક બરબાદ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ઝિમ્બાબ્વેના 6 કરોડ 80 લાખથી વધુ લોકો ખોરાકની અછતથી પીડાય રહ્યાં છે.
વાઇલ્ડ લાઇફ ઓથોરિટીના પ્રવક્તા ફારાવોએ જણાવ્યું હતું કે, હાથીઓની હત્યા પાછળનો બીજો હેતુ ઝિમ્બાબ્વેના ઉદ્યાનોમાં હાથીઓની સંખ્યા ઘટાડવાનો છે. વાસ્તવમાં ઝિમ્બાબ્વેમાં લગભગ 1 લાખ હાથીઓ રહે છે, અને અહીંનાં ઉદ્યાનોમાં માત્ર 55 હજાર હાથીઓને રાખવાની જગ્યા છે.દુષ્કાળને કારણે, દેશનાં નાગરિકો અને હાથીઓ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી વધવાની સંભાવના છે.
ગયાં વર્ષે ઝિમ્બાબ્વેમાં હાથીઓના હુમલામાં 50 લોકોનાં મોત થયાં હતાં. અગાઉ ઝિમ્બાબ્વેમાં વર્ષ 1988 માં પણ હાથીઓની હત્યા કરીને તેનું માંસ લોકોમાં વેચવામાં આવ્યું હતું. ઝિમ્બાબ્વેએ ગત મહિને આફ્રિકન દેશ નામિબિયામાં 83 હાથીઓની હત્યા કરીને તેનું માંસ લોકોમાં વહેંચી નાખ્યું હતું. ઝિમ્બાબ્વે, હાથી સંરક્ષણ માટે પ્રખ્યાત છે, લાંબા સમયથી યુએન ક્ધવેન્શન ઓન ઈન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ પાસે હાથી અને તેમનાં દાંત વેચવા માટે પરવાનગી માંગી રહ્યું છે.
- Advertisement -
આ માંગમાં ઝિમ્બાબ્વે ઉપરાંત બોત્સ્વાના અને નામિબિયા પણ સામેલ છે. વિશ્વમાં હાથીઓની સૌથી વધુ વસ્તી બોત્સ્વાનામાં રહે છે. આ પછી ઝિમ્બાબ્વેમાં છે. હાથીઓની વધતી સંખ્યાને કારણે અહીં લોકોનાં જીવ જોખમમાં છે. તેઓ તેમનાં માર્ગમાં પાક તેમજ નાનાં બાળકોને કચડી નાખે છે.ઝિમ્બાબ્વે પાસે 5 હજાર કરોડ રૂપિયાના હાથીદાંત છે. તેનાં વેપાર પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં હાથીદાંત વેચવાની પરવાનગી મેળવીને અહીંના નાગરિકોને કમાણીનું બીજું માધ્યમ મળી શકે છે.