તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું અને હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપિનનું મૃત્યુ 18 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 8.30 વાગ્યે થયું હતું. આજે જુહુમાં તેમના અંતિમ સંસ્કાર થશે.
વિપિન રેશમિયાનું નિધન
અહેવાલો અનુસાર 87 વર્ષીય વિપિન રેશમિયાને ઉંમરના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિપિન અન્ય ઘણી બીમારીઓથી પણ ઝઝૂમી રહ્યા હતા. પરંતુ તે ક્યારથી હોસ્પિટલમાં દાખલ હતા તે બાબતે કોઈ જાણકારી મળી નથી.
- Advertisement -
વિપિન રેશમિયાએ સલમાનની ફિલ્મમાં સંગીત આપ્યું હતું
વિપિન રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મમાં સંગીત પણ આપ્યું હતું. આ દરમિયાન સલમાનની મુલાકાત હિમેશ રેશમિયા સાથે થઈ હતી. આ પછી સલમાને હિમેશ રેશમિયાને તેની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ માટે સંગીત આપવાની તક આપી. આ રીતે સલમાન અને હિમેશ રેશમિયા વચ્ચે ગાઢ સંબંધ બંધાયો હતો.
View this post on Instagram- Advertisement -
ઈન્ડિયન આઈડલ 12 દરમિયાન પોતાના પિતા વિશે વાત કરતી વખતે હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે તેણે લતા મંગેશકર અને કિશોર કુમાર સાથે ગીત કંપોઝ કર્યું હતું, જે ક્યારેય રિલીઝ થયું ન હતું.