ગ્રાહક રોકડા રૂપિયા ભરેલું પાકીટ ભૂલી ગયા અને ફોન કરી બોલાવી પાકીટ પરત કર્યું
ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામના અને રાજકોટ ને કર્મભૂમિ બનાવનાર જયેશભાઈ દવે પોતાનું બાઈક સર્વિસ કરાવવા ઠેબર રોડ પાસે ગોપાલ નગર મેઈન રોડ પર આવેલ વિનોદ ઓટો ગેરેજ ખાતે પહોંચ્યા હતા દરમ્યાન રોકડા રૂ. 230000 ને ચેક બુક સાથેનું પર્સ ભૂલી ને નીકળી ગયા હતા. જયેશભાઇ ને પર્સ યાદ આવતા તેને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા હતા ત્યાંજ ગેરેજ સંચાલક રમેશભાઇ નો સામે થી કોલ આવેલ કે તમારું રૂપિયા ભરેલ પાકીટ મારા ગેરેજે તમો ભૂલી ગયેલ છો લઈ જજો.. આ શબ્દો સાંભળતાજ જયેશભાઇ એ હાશકારો અનુભવ્યો અને કહી ઉઠ્યા કે હજુ ઈમાનદારી મરી પરવરી નથી ગેરેજના કામથી જેના હાથ 24 કલાક કાળા રહેછે પણ દિલ અને નીતિ ચોખ્ખી ચણાક છે.
ગેરેજ સંચાલકની ઈમાનદારી એવી કે પર્સ સોંપતા કહ્યું કે રૂપિયા ગણી લેજો ઓછા નથી થયા ને ત્યારે સામે ની વ્યક્તિ એ જણાવેલ કે તમે પર્સ પરત સોંપી ને તમારી ઈમાનદારી બતાવેલ છે એજ સાબિત છે કે આપ ઈમાનદાર છો યુવાને સંચાલક નો આભાર માની કહ્યું કે શુભેચ્છા ભેટ આપવી છે રમેશભાઈ એ જવાબ આપ્યો કે રૂપિયા હાથ નો મેલ છે એ તો આવે ને જાય સાચી તો માણસાઈ છે એ મટવી ન જોઈએ હું ઈમાનદારી નો ટુકડો ખાવા વાળો છું મારા મજૂરી ના હક ના લવ છું ને મેં આ પર્સ તમને પરત કર્યું તે તમારા હક નું હતું તમારું હતું એટલે મેં તમને પાકીટ માં રહેલ ચેક બુક માં રહેલ મોબાઈલ નમ્બર પર થી કોન્ટેકટ કરી ને કોલ કર્યો છે માટે તમારૂ તમને મુબારક મારે શુભેચ્છા ભેટ પણ ન જોઈએ .


