૧૮/૦૨/૨૦૨૧ ના રોજ તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત ચુંટણી-૨૦૨૧ અંતર્ગત વારેણા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાજપાના તમામ ઉમેદવાર તથા ઈન્ચાર્જશ્રીઓની બેઠક મળી.જેમાં ચુંટણી લક્ષી કામગીરીનુ માર્ગદર્શન આપવામાં આવ્યું અને બિનહરીફ થયેલા બંન્ને ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા.
જેમાં પૂર્વ જિલ્લા ભાજપા પ્રમુખ અને જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ શ્રી ભરતસિંહ રહેવર,જિલ્લા ઉપપ્રમુખ ભુપતસિંહ સોલંકી,બાયડ તાલુકા ભાજપા પ્રમુખશ્રી માનસિંહ સોઢા,મહામંત્રીશ્રી મણિભાઈ પટેલ અને મયુરભાઈ પટેલ,તાલુકા ચુંટણી ઈન્ચાર્જ મફતભાઈ પટેલ,પૂર્વ જિલ્લા સદસ્ય અદેસિંહ ચૌહાણ,પૂર્વ તાલુકા પ્રમુખ અલ્પેશ પટેલ તમામ ભાજપાના ઉમેદવારો તેમજ અન્ય આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


