ગોંડલ
- Advertisement -
શિક્ષક સંઘના પ્રમુખ જયપાલ સિંહ જાડેજા, મહામંત્રી પ્રવીણભાઈ બારૈયા અને ઉપપ્રમુખ અશોકભાઈ શેખડા સહિતનાઓની આગેવાનીમાં મામલતદાર શહેર તાલુકા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે કોવિડ-૧૯ ની રસીકરણ કામગીરી અંતર્ગત ડેટા એન્ટ્રી, વ્યકિતઓળખ કામગીરી તથા અન્ય કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો સાથે અન્ય કેડરના કર્મચારીઓને પણ કામગીરી સોંપવા માં આવે તે જરૂરી છે.
આગામી કોવિડ-૧૯ ની રસીકરણ કામગીરી તથા ડેટા એન્ટ્રી તથા અન્ય કામગીરીમાં ગોંડલ તાલુકાના ગ્રામ્યના ૧૫ર તથા શહેરી વિસ્તારના ૪૦ થી વધુ માત્ર પ્રાથમિક શિક્ષકોની જ ચાદી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગોંડલ પાસેથી માંગવામાં આવેલ છે. તો અમારી માંગણી અને રજુઆત છે કે, ઉપરોકત સંદર્ભ અને વિષયની કામગીરીમાં પ્રાથમિક શિક્ષકો સિવાયના અન્ય કેડરના કર્મચારીઓનો પણ સમાવેશ કરવો જોઈએ.
હાલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સુચનાઓ મુજબ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણની કામગીરી, એમ.ડી.એમ. અનાજ વિતરણ તેમજ ફુડ સિકયુરીટી એલાઉન્સ કામગીરી, બી.એલ.ઓ. શિક્ષકો દ્વારા ખાસ મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ (તા.૧૫-૧-૨૦૨૧) સુધીની કામગીરી, પાઠય પુસ્તક વિતરણ, કસોટી બુક તપાસણી તથા અન્ય ઓનલાઇન ડેટા એન્ટ્રી અને વાલી સંપર્કની કામગીરી તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો કરી રહયા છે. તો આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અંતમાં માંગ કરી હતી


