ગોંડલ
- Advertisement -
ગોંડલ મા જુના માર્કેટ યાર્ડ ખાતે થોડા દિવસ પહેલા જુગાર રમતા લોકો પર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમાં ગોંડલ એસ ટી ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા અને બીએમએસ યુનિયન ના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા ઉર્ફે ડાડા ની પણ જુગાર રમવા બાબતે ધરપકડ કરવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થવા પામી હતી. જેની જાણ રાજકોટ એસ ટી ના વિભાગીય પરિવહન અધિકારી ને થતા એસ ટી પ્રતિષ્ઠા ને લાંછન લગાવે તેવી બાબત જણાતા તેમની વિરુદ્ધ કડક પગલાં લેતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


