આવો વાત કર્યે એવી મહિલા ઓ ની જેમણે હાથ થઈ હાથ મીલાવી લખી આત્મનિર્ભરની અનોખી કહાની વાત છે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામના સખી મંડળના બહેનો દ્વારા હાથ કારીગીરી કરી ને ગીરમા ફરવા આવતા ટુરિસ્ટોનુ મન જીતી લઇ ગામડા ની કોઠાસુજ ને સાત સમદર પાર આર્ટ ઓફ ગીરના ચિત્રોનુ ઘેલું લગાડ્યું કોઈ બહેનો ખીલી નુ કામ કરે તો કોઈ બહેનો હારની દોરીનુ ગુથંણ કામ તો કોઈ બહેનો ક્ટીગં કામ કરી પોતાના હાથના કામંણ પાથરી ને સુંદર મજાની કૃતિ તૈયાર કરીને આજે સાબીત કરી આપ્યુ કે જાજા હાથ રડીયામણા હાલ કોરોના મહામારી ને લઈ ને સાસણ ટુરિઝમ બંધ હોય બહેનોની રોજી રોટી છીનવાઈ છે ત્યારે પહેલી તારીખ થી દેવલિયા સિંહદર્શન માટે સરકારી ગાઈડ લાઈન મુજબ શરૂ થવાની જાહેરાત થતા આ સખી મંડળ ના બહેનો ને ઘરે ચુલો સળગવાની આશા બંધાણી છે એક વખત આ ગામની મઘુરમ સખી મંડળ ની બહેનો ના મંડળ ની મુલાકાત લેવી જોઈએ તેવુ અદભુત આર્ટ વર્ક છે ગીરના સાવજો ના અને ભગવાન તેમજ કુદરતી દ્રશ્યો નો એવો ખજાનો આપણા દિવાનખંડ ની દિવાલો ને શોભામા વઘારો તો કરશે સાથે સખી મંડળની આ ગીરના ગામડા ની બહેનો ના પરિવાર જનો ને રોજીરોટી પણ પુરી પાડશે છે ને અભણ બહેનો ની અસલં કોઠાસુજ સરકાર દ્વારા પણ આ પ્રવૃત્તિ ને વેગ મળે તે માટે સખી મંડળને વિવિધ એવોર્ડ સન્માનપત્રો થી નવાજવામાં આવેલ તેમજ વિવિધ શહેરોમા એકઝીબેશન ના આયોજન થકી આગળ વધવા ની તકો આપવામા આવી રહી છે તો છે ને સહુ નો સાથ સહુ નો વિકાસ આવે ગતિ સિલ ગુજરાત ની આછેરી ઝલક જય જય ગરવી ગુજરાત વંદે વસુઘંરા