ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે હાલ ઓળી અને ગાલપચોળીયાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય 1થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા, ઓરી, નૂરબીબીની રસી મૂકવાનો કેમ્પ અને સાથે સાથે બાળકોને થતાં વિવિધ રોગોની તપાસ કરી આપવાનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે કેમ્પમાં સેવા આપનાર ડો. નિખિલભાઈ શેઠ (બાળરોગ નિષ્ણાત), ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. મેહુલભાઈ રૂપાણી, મેડિકલ કમિટી મેમ્બર નયનભાઈ શાહ, દિવ્યેશભાઈ અઘેરા, શૈલેષભાઈ લોટીયા, કાર્યકર્તાઓ રાજુભાઈ શેઠ, હરીશભાઈ શાહ, કે. બી. ગજેરા, ઉમેશભાઈ કુંડલીયા, જીજ્ઞેશભાઈ રત્નોતર, એન. જી. પરમાર, જહાનવીબેન લાખાણી, રાજુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ખોખર, રવજીભાઈ દવેરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરાવવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનેટર સાગરભાઈ પાટીલ, કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, ડો. સલોનીબેન ડોડીયા, ડો. નેન્સીબેન ડોબરીયા, રાજેશભાઈ ભટ્ટ, વર્ષાબેન મકવાણા, હેતલબેન પરમાર, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.