ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર બૂથ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ એપ્લિકેશનની મદદથી મતદાર ઓનલાઈન જાણી શકશે કે બૂથ પર લાઈન છે કે નહીં. એપ દર કલાકે વોટિંગ આંકડા અપડેટ થશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે મતગણતરી 08 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વધુને વધુ ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત ગુજરાતની ચૂંટણી દરમિયાન રાજ્યમાં પહેલીવાર બુથ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલા હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
બૂથ એપના ઘણા ફાયદા છે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ એપનો ઉપયોગ સરળ અને સુવિધાજનક છે. આ એપ દ્વારા મતદાર તેમના ટોકન નંબર મુજબ જ્યારે તેમનો નંબર આવે ત્યારે અનુકૂળતાપૂર્વક મતદાન કરી શકે છે. મતદારોને મતદાન મથક પર લાગેલી લાઈનો વિશે વધારે ખબર હોતી નથી અને લાંબી લાઈનોના કારણે યુવા મતદારોને નિરાશ થઈ જાય છે. જેથી આ એપની મદદથી મતદાર ઓનલાઈન જાણી શકશે કે બૂથ પર લાઈન છે કે નહીં.
વોટિંગ સંબંધિત માહિતી રિયલ ટાઈમમાં મળશે
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ એપ દ્વારા મતદાનના દિવસે મતદાન કેન્દ્રોમાં મતદાનની ટકાવારીની માહિતી રિયલ ટાઈમમાં મળી જશે. આ એપ દ્વારા એ પણ સરળતાથી જાણી શકાશે કે કેટલા પુરૂષ અને કેટલા મહિલા મતદારોએ મતદાન કર્યું છે. એપ પર દર કલાકે વોટિંગ આંકડા અપડેટ થશે.
મતદારોને સરળતાથી ઓળખી શકાશે
બૂથ એપ દ્વારા મતદાન મથકમાં મતદારોને સરળતાથી ઓળખી શકાશે. આ એપ નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી કરાવવા માટે ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આ એપનો ઉપયોગ ખૂબ જ સરળ અને સુવિધાજનક છે.
- Advertisement -
ઝારખંડ ચૂંટણી દરમિયાન લૉન્ચ કરાઈ હતી APP
બૂથ એપનો હમીરપુર (ઉત્તર પ્રદેશ)ના 5 મતદાન કેન્દ્રો, ત્રણ રાજ્યો (મહારાષ્ટ્ર, બિહાર અને પંજાબ)ના 3 વિધાનસભા મતવિસ્તારો (સમસ્તીપુર, કસ્બા પેઠ અને ફગવાડા)માં પ્રાયોગિક રીતે
ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે બાદ નવેમ્બર 2019માં ઝારખંડના 10 વિધાનસભા મતવિસ્તારોમાં આ એપને લૉન્ચ કરવામાં આવી હતી.