ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
વંથલી પોલીસ મથકનો સ્ટાફ શુક્રવારે બપોરે પેટ્રોલિંગમાં હતો ત્યારે જૂનાગઢ તરફથી આવી રહેલ 7879 નંબરનાં ટ્રકમાં ઈંગ્લીશ દારૂ હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી. વંથલી પાસે જૂનાગઢ કેશોદ હાઇવે પર ટી પોસ્ટ સામે જૂનાગઢ તરફથી બાતમી વાળો જીજે 10 ટીએક્સ 7879 નંબરનો ટ્રક આવતા રોકી તલાશી લેતા ટ્રકના પાછળના ભાગે ડ્રાય ફિશ ભરેલ જોવામાં આવી હતી. જ્યારે ટ્રકની કેબીન ઉપરથી રૂપિયા 500ની કિંમતના ઇંગ્લિશ દારૂની 5 બોટલ સાથેની થેલી મળી આવી હતી. આથી પોલીસે માંગરોળના ઇન્દિરાનગરમાં રહેતો ટ્રક ડ્રાઇવર ઇરફાન આમદ વાાંત, ક્લીનર સોયબશા ઈબ્રાહીમશા રફાઈ અને માંગરોળના નવાપરામાં રહેતો વેપારી રિઝવાન યુસુફ જેઠવાની ધરપકડ કરી 5 બોટલ વિદેશી દારૂ, 3 મોબાઈલ ફોન, 15 લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 15.15,500નો મુદામાલ કબજે કરી ત્રણેય વિરુધ્ધ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી અને ટ્રકમાં બાચકાઓમાં ભરેલ ડ્રાય ફિશ બગડી જવાની સંભાવના હોય તેથી તેના મૂળ માલિકને બોલાવી તેને સોંપવાની તજવીજ શરૂ કરી હતી.



