સોશિયલ મીડિયાની ઘેલછાએ પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દીધા
વિડીયોમાં દેખાતા કાર નંબર આધારે ગાંધીગ્રામ પોલીસે છાત્રોને પકડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સોશિયલ મિડીયામાં ફોલોઅર્સ વધારવા યુવાધન જોખમી સ્ટંટ કરતા પણ અચકાંતા ણાથી ત્યારે તાજેતરમાં થાર ગાડી ઉપર બેસી બનાવેલી રિલસ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ હતી જેની પોલીસે તપાસ કરી ત્રણ યુવતી સહિત પાંચની ધરપકડ કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ પાંચમાં એક યુવતી વકીલ અને બાકીના બે યુવક અને બે યુવતી કોલેજિયન છાત્રો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે તપાસ હાથ ધરી હતી આ વિડીયો એઇમ્સ રોડ તરફનો હોવાનું જાણવા મળતા આ વિડિયોમાં દેખાતા કાર નંબર આધારે રાજકોટના માનસરોવર પાર્કના અભય પરેશભાઈ દવે, ગંજીવાડાના નદીમઅહેમદ ગુલાબભાઈ માાથકીયા, મૂળ જામજોધપુરની હાલ રાજકોટની ગેલેક્સી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ફેની જીતેન્દ્રભાઈ ખાંટ, મોરબી પંથકની ઈશીતા જગદીશભાઈ ચેતરીયા અને રવીના જગદીશભાઈ થોરીયાના નામો જાણવા મળતા તમામ સામે જમાદાર ગોપાલભાઈએ ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતા બે યુવક બે યુવતી કોલેજમાં અભ્યાસ કરતા હોવાનું અને એક યુવતી વકીલ હોવાનું જાણવા મળ્યું હતું અને તમામની ધરપકડ કરી હતી.