“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આપણા દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીમાં “વોકલ ફોર લોકલ” અનુસંધાને આર્ટિસ્ટ વર્ગને પ્રેરિત પ્રોત્સાહિત કરવા રેસકોર્સ ખાતે એક અનોખા પ્રયોગ સાથે “રંગોળી સ્પર્ધા”નું આયોજન કરવામાં આવેલ છે.
જે અનુસંધાને આજે તા. ૨૯-૧૦-૨૦૨૧ના રોજ મેયર ડો. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, શાસક પક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષકુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ સ્પર્ધામાં આર્ટિસ્ટને રંગોળી બનાવવા માટે ત્રણ થીમ આપવામાં આવેલ છે, જેમાં…
આઝાદીનો અમૃત મહોત્સવ = મેરે સાપનો કા ભારત
સ્વચ્છ ભારત મિશન = એક જનઆંદોલન
- Advertisement -
વેક્સિનેશન મહાભિયાન = જન સમુદાયનું સુરક્ષા કવચ
સામાન્યરીતે યોજાતી રંગોળી સ્પર્ધાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજીત આ રંગોળી સ્પર્ધા કંઇક અનોખી અને નવતર પ્રયોગ સાથેની છે.
રંગોળી સ્પર્ધાની તારીખ : ૦૩-૧૧-૨૦૨૧ થી ૦૫-૧૧-૨૦૨૧
આ રંગોળી સ્પર્ધા સામાન્યરીતે યોજાતી રહેતી રંગોળી સ્પર્ધાથી કંઇક વિશેષ છે. કદાચ પ્રથમ વખત રાજકોટમાં આ નવો પ્રયોગ થવા જઈ રહયો છે જેમાં દોરવામાં આવેલી રંગોળીઓમાંથી કઈ રંગોળી શ્રેષ્ઠ છે તે નક્કી કરવા માટે કોઈ નિષ્ણાંત જ્જને રોકવામાં આવશે નહી. શ્રેષ્ઠ રંગોળી લોકો જાતે જ નક્કી કરી શકશે. લોકોએ તેમને જે રંગોળી ગમે તેને વોટિંગ કરવાનું રહેશે. લોકો ક્યુઆર કોડ સ્કેન કરી અથવા રાજકોટ મહાનગરપાલિકાની એપમાં પસંદગીની રંગોળી સિલેક્ટ કરે અથવા વેબસાઈટ પર જઈને તેમાં પોતાને ગમતી રંગોળી પસંદ કરી શકશે.
જનતા જનાર્દનને માન આપી શ્રેષ્ઠ રંગોળી લોકો જ જાતે પસંદ કરવાના છે ત્યારે આ આયોજન નિ:શંકપણે પારદર્શક બની રહેશે અને શ્રેષ્ઠ કલા કૃતિઓને યોગ્યરીતે ન્યાય પણ પ્રાપ્ત થાય તે પ્રકારની ઉમદા નવતર પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ અપનાવી છે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ રંગોળી નક્કી કરવાનું જજમેન્ટ લોકોના હાથમાં રહેશે. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને QR Code આપવામાં આવશે જેના માધ્યમથી ઓનલાઈન વોટિંગ પણ થઇ શકશે.
આ સ્પર્ધામાં ચિત્રકારો વ્યક્તિગતરીતે અને સમૂહમાં (ગ્રુપમાં) ભાગ લઈ શકશે. કલાકારોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
પ્રિ-રજિસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ rmc.gov.in પર અથવા ફોન નંબર ૦૨૮૧-૨૨૨૦૬૦૦ ઉપર અથવા રૂબરૂ સિવિક સેન્ટર ખાતે સંપર્ક કરી શકાશે.
રજિસ્ટ્રેશન ફી : વ્યક્તિગત રજિસ્ટ્રેશન માટે રૂ. ૫૦/- અને ગ્રુપનાં રજિસ્ટ્રેશન માટે રૂ.૧૦૦/- એન્ટ્રી ફી નક્કી કરવામાં આવેલ છે.
વિજેતા કૃતિઓ માટેનાં પુરષ્કાર :-
વ્યક્તિગત સ્પર્ધક કેટેગરી | ગ્રુપ સ્પર્ધક કેટેગરી |
| પ્રથમ ઇનામ રૂ. ૨૧,૦૦૦/- | પ્રથમ ઇનામ રૂ. ૩૧,૦૦૦/- |
| બીજું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- | બીજું ઇનામ રૂ. ૨૫,૦૦૦/- |
| ત્રીજું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- | ત્રીજું ઇનામ રૂ. ૨૧,૦૦૦/- |
| ચોથું ઇનામ રૂ. ૫,૧૦૦/- | ચોથું ઇનામ રૂ. ૧૫,૦૦૦/- |
| પાંચમું ઇનામ રૂ. ૩,૧૦૦/- | પાંચમું ઇનામ રૂ. ૧૧,૦૦૦/- |
વ્યક્તિગત અને ગ્રુપના સ્પર્ધકોમાં પસંદગીની શ્રેષ્ઠ કૃતિઓને પ્રોત્સાહન ઇનામનું પણ આયોજન કરવામાં આવશે.
હેલ્પ ડેસ્ક :- સ્પર્ધકોને મદદરૂપ થવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ રિંગ રોડ પર જુદાજુદા સ્થળોએ આવશ્યકતા અનુસાર હેલ્પ ડેસ્ક પણ કાર્યરત્ત રહેશે.
કોફી ટેબલ બૂક : આ રંગોળી સ્પર્ધાનાં આયોજન બાદ એક સમગ્રલક્ષી અહેવાલ અને આકર્ષક રંગોળીની તસવીરો સાથેની એક કોફી ટેબલ બૂક બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં કલાકારોના પરિચય અને તેઓની કલા કૃતિઓ પ્રદર્શિત કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે.



