જસદણ શહેરમાં મામલતદાર કચેરી ખાતે આજે શહેરના વિચરતી વિમુક્તી જાતિના પરિવારોને કે જે વર્ષોથી ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ વગરના હતા. અંદાજે ૧૨૦ થી ૧૩૦ ધરના વિચરતી વિમુક્ત જાતિના ગરીબ લોકો માટે આધાર કાર્ડ કાઢવાનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પ્રાંત અધિકારી ગલચરસાહેબ, મામલતદાર ઝાલા સાહેબ, નાયબ મામલતદારઓ ચાવડા સાહેબ, ધાનાણી સાહેબ, કાછડીયા સાહેબ, અને પરમાર સાહેબના સહયોગથી જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થકુમાર ત્રિવેદી ,જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા, રાજકોટ જિલ્લા કારોબારી સભ્ય પંકજભાઈ ચાવ, પાલિકાના કારોબારી ચેરમેનના પ્રતિનિધિ પ્રવીણ ભાઈ ધોળકિયા, રાજાભાઈ કુંભાણી વગેરેની મહેનતથી ગરીબ લોકોને આધાર કાર્ડ મળશે અને આધાર કાર્ડ પરથી બધાને રેશનકાર્ડ કાઢી દેવામાં આવશે અને આ બધા લોકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અનુસંધાને જસદણ નગરપાલિકા સહિત વિવિધ સરકારી કચેરીઓ દ્વારા અનેક લોકકાર્યો ચાલી રહ્યાં છે જેમાં છેવાડાના લોકોને લાભ મળી રહ્યો છે.
જસદણમાં વિચરતી વિમુક્તિ જાતિના પરિવારોને આધાર કાર્ડનો લાભ મળ્યો
You Might Also Like
Follow US
Find US on Social Medias


