ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગર પાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. જેમાં ઢોર પકડ પાર્ટીએ 4 મેથી 8 દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી રસ્તા પર રખડતા 141 પશુ પકડવામાં આવ્યા છે.
શહેરની માલધારી સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી, તીરૂપતી પાર્ક, અંબિકા પાર્ક, આર્યનગરમાંથી 24 પશુ, ભાવનગર મેઈન રોડ, ગંજીવાડા મેઈન રોડ, તથા આજુબાજુમાંથી 6 પશુ, ગોપાલપાર્ક મેઈન રોડ તથા આજુબાજુમાંથી 6 પશુ, ઘનશ્યામનગર, જ્યોતિનગર, કણકોટ પાટીયા તથા આજુબાજુમાંથી 11 પશુઓ, મનહરપુર, રૈયાધાર, શાંતીનગર, ઈન્દિરાનગર, બંસીપાર્ક તથા આજુબાજુમાંથી 8 પશુ, આનંદનગર, નંદા હોલ, લક્ષ્મીનગર તથા આજુબાજુમાંથી 10 પશુ, ગોકુલપાર્ક, રામનાથ ઈન્ડસ્ટ્રીઝ, સોમનાથ સોસાયટી તથા આજુબાજુમાંથી 9 પશુ, કોઠારિયા સોલવન્ટ તથા આજુબાજુમાંથી 7 પશુ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, માનસરોવર, માધવ વાટીકા તથા આજુબાજુમાંથી 5 પશુ મળી કુલ 141 પશુઓ પકડવામાં આવ્યા હતા.