રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરની યાદીમાં જણાવાયું છે કે દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજ્યોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજુર થયેલ લોમા કોટડીથી રામપરા (બેટી) હાઈવે ટુ એપ્રોચ રોડ તથા મેજર બ્રીજનાં કામનું ખાતમુહુર્ત તેમજ સ્ટેટ હાઈવે થી સાયપર એપ્રોચ રોડનાં કામનું ખાતમુહુર્ત આજરોજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ તથા પ્રમુખનું ઉમળકાભેર પુષ્પોથી સ્વાગત – સન્માન કરવામાં આવ્યું હતું. આ રસ્તો બનવાથી આજુબાજુના ગામ લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 1662 લાખનો ખર્ચ મંજૂર : ભૂપત બોદર
You Might Also Like
Follow US
Find US on Social Medias