By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    9 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    10 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    8 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    8 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમસ્યાઓ વચ્ચે પણ સ્થિર રહીને આગળ વધો, ચોક્કસ સફળતા મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > સમસ્યાઓ વચ્ચે પણ સ્થિર રહીને આગળ વધો, ચોક્કસ સફળતા મળશે
AuthorEDUCATIONShailesh Sagpariya

સમસ્યાઓ વચ્ચે પણ સ્થિર રહીને આગળ વધો, ચોક્કસ સફળતા મળશે

Khaskhabar Editor
Last updated: 2022/07/16 at 6:10 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટમાં રહેતી આ દીકરીનું નામ છે માહી દોમડિયા જીવનનાં ઝંઝાવાતો વચ્ચે સ્થિર રહીને સફળતાના શિખર સુધી કેવી રીતે પહોંચી શકાય એ આ 15 વર્ષની દીકરી પાસેથી શીખવા જેવું છે. ધોરણ 9માં માસ પ્રમોશન મેળવીને માહી બોર્ડના વર્ષમાં આવી. ભણવામાં હોશિયાર માહીએ સંકલ્પ કર્યો કે મારે 10માં ધોરણમાં મહેનત કરીને ખૂબ સારું પરિણામ લાવવું છે. હજુ તો 10મું ધોરણ શરૂ થાય એ પહેલા આ દીકરીના જીવનમાં ન પચાવી શકાય એવી દુર્ઘટનાઓ શરૂ થઇ. માહીને એના ફુવા સાથે ખૂબ એટેચમેન્ટ હતું. ગયા વર્ષે એપ્રિલમાં જ ફુવાનું અવસાન થયું. આ આઘાતમાંથી દીકરી બહાર આવે એ પહેલા બીજો કુઠારાઘાત થયો. મે મહિનામાં માહીના મમ્મીને કેન્સર ડિટેક્ટ થયું.

એક તરફ 10મુ ધોરણ અને બીજી તરફ પરિવાર પર આવી પડેલું દુ:ખ. બે બહેનોમાં માહી મોટી હતી બીજી બહેન તો ખૂબ નાની એટલે 14 વર્ષની માહી પર ભણવાની અને પરિવારને સંભાળવાની બંને જવાબદારીઓ આવી. મમ્મીને ઓપરેશન કરાવવાનું હતું એટલે માહી જેવી આવડે એવી રસોઈ બનાવતા શીખી. મમ્મીની ખબર કાઢવા આવનારા મહેમાનો માટે ચા – પાણીની વ્યવસ્થા કરે અને પાછી વાંચવા પણ બેસી જાય. મમ્મીનું નર્સની જેમ ધ્યાન રાખે, સમયસર દવા આપવાની, જમાડવાનું વગેરે બધું કામ કરે. નાની બહેનને હોમવર્ક કરાવવામાં મદદ કરે અને સ્કૂલમાં વાલી મિટિંગમાં નાની બહેનની વાલી બનીને પણ જાય. કેન્સરગ્રસ્ત માને જોઈને કોઇપણ પડી ભાંગે પણ આ દીકરી ઘરમાં નકારાત્મકતા ન પ્રવેશી જાય એ માટે પૂરતા પ્રયાસ કરે. માતાને હિંમત મળે એટલે એમને બળ ભરી વાતો કરે અને ઘરનું વાતાવરણ હળવું ફૂલ રાખે પરંતુ છાનીમાની કોઈને ખબર ન પડે એમ એકલી રડી પણ લે અને હળવી થઈ પરીક્ષાની તૈયારીમાં લાગી જાય. મમ્મીને કેમોથેરાપીના ડોઝ ચાલતા તો ક્યારેક સાથે હોસ્પિટલ પણ જાય. 14 -15 વર્ષની ઉંમરે ગજબની સ્થિરતા.

- Advertisement -

માહી વર્ષ દરમ્યાન કેવી માનસિક પીડામાંથી પસાર થઇ હશે એ તો એને જ ખબર હોય પણ આ દીકરીએ હિંમતભેર માતાની સેવા કરી, ઘરની જવાબદારી સંભાળી અને ભણવાનું પણ ચાલુ રાખ્યું. ભગવાને પણ રાજી થઇને માહીને એનું ફળ આપ્યું. આટલા સંઘર્ષો વચ્ચે બોર્ડનું અગત્યનું વર્ષ પસાર થયું છતાં માહી ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષામાં 6 વિષયમાંથી ગણિત, વિજ્ઞાન અને સંસ્કૃત આ ત્રણ વિષયમાં 100માંથી 100 માર્કસ સાથે 99.99 પી.આર. લાવી બીજા શબ્દોમાં કહીએ તો આ દીકરી સમગ્ર બોર્ડમાં પહેલો નંબર લાવી.
મિત્રો, સમસ્યાઓની વચ્ચે પણ જે સ્થિર રહીને પોતાના કાર્યને વળગી રહે છે, એ ભગવાનની પ્રસન્નતાનું પાત્ર બને છે. માહીના સંઘર્ષને વંદન અને શ્રેષ્ઠત્તમ પરિણામ બદલ અભિનંદન.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: education
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘T’ આકારના પ્લોટને કેવી રીતે વાસ્તુ સુસંગત બનાવશો?
Next Article BELT પ્રોજેક્ટ દ્વારા ચીનની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વર્ચસ્વ સ્થાપવાની કુટનીતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?