શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં ૩,૨૨૮, મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આર.ટી.આઈ. દ્વારા ૫૭૨, નાયબ શ્રમ આયુક્તની કચેરીના લાયસન્સની મેનપાવર કોન્ટેક દ્વારા ૧૬૨૧, શિક્ષણ વિભાગમા મદદનીશ શિક્ષકો – માધ્યમિક વિભાગમાં ૮૫ શિક્ષકો, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસ ઈંન્ટરવ્યુ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો પૈકી ૪૦૭, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (એપ્રેન્ટીસ તેમજ આર. એમ. સી. માં કાયમી મળીને) ૩૨૨, ઉદ્યોગ અને ખાણ વિભાગ એકમોમાં ૪૨૩, નર્મદા જળ સંચય વિભાગ મદદનીશ ઇજનેર સિવિલની ૮, આરોગ્ય વિભાગમાં ૮૭, ૧૩૭ સ્ટાફ નર્સ, રાજ્યવેરા નિરીક્ષકમાં ૧ તેમજ સયુક્ત ખેતીવાડી નિયામકમાં ૧ મળીને કુલ ૬,૮૮૨ રોજગારવાંચ્છુકો યુવાનોની નિયુક્તિ કરવામાં આવી હોવાનુ રોજગાર અધિકારી ચેતન દવેએ જણાવ્યું છે.


