By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    20 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજયના તમામ તાલીમબધ્ધ યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાવી તેમના કૌશલ્યનો વિકાસમાં સુયોજિત વિનિયોગ કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજયના તમામ તાલીમબધ્ધ યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાવી તેમના કૌશલ્યનો વિકાસમાં સુયોજિત વિનિયોગ કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે
ગુજરાતરાજકોટ

રાજયના તમામ તાલીમબધ્ધ યુવાઓને રોજગાર ઉપલબ્ધ કરાવી તેમના કૌશલ્યનો વિકાસમાં સુયોજિત વિનિયોગ કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ છે

Khaskhabar Editor
Last updated: 2021/08/06 at 5:24 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

ગુજરાત રોજગારી ક્ષ્રેત્રે સમગ્ર ભારતમાં અગ્રેસર – સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ

આત્મીય યુનિવર્સિટી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના રોજગારી મેળવતા યુવાઓેને રોજગારી નિયુક્તિ પત્રનું વિતરણ કરાયું.

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સુરત ખાતે યોજાયો રાજ્ય કક્ષાનો રોજગાર દિવસ
 સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે વિવિધ વિભાગોમાં જિલ્લાના ૬૮૮૨ યુવાઓને રોજગારી નિયુક્તિ પત્રો
એનાયત.
 સમગ્ર રાજ્યમાં ૫૧ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં ૬૨૬૩૬ લોકોને રોજગારી નિયુક્તિ પત્રો અપાઈ

Contents
ગુજરાત રોજગારી ક્ષ્રેત્રે સમગ્ર ભારતમાં અગ્રેસર – સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલઆત્મીય યુનિવર્સિટી ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના રોજગારી મેળવતા યુવાઓેને રોજગારી નિયુક્તિ પત્રનું વિતરણ કરાયું.

રાજકોટ – સુશિક્ષત અને તાલીમબધ્ધ યુવાઓ એ રાષ્ટ્રની આગવી સંપત્તી છે. સમગ્ર વિશ્વમાં આપણો દેશ એ સૌથી વધુ યુવાઓથી સમૃધ્ધ છે. આ યુવાઓના રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તે દરેક રાષ્ટ્રના સર્વાગી વિકાસ માટે મહત્વપૂર્ણ બાબત છે.

- Advertisement -

રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજય સરકાર દ્વારા તા. ૧લી ઓગષ્ટથી શરૂ કરાયેલ વિવિધ ૧૦ સોપનોના સેવાયજ્ઞ નિમિત્તે આજે છઠ્ઠા દિવસે રાજયના યુવાઓ માટે વિશેષ રૂપે રોજગાર દિવસ અંતર્ગત રાજયભર ૫૧ સ્થળોએ યુવાઓને રોજગાર નિયુકતી પત્રો મુખ્યમંત્રી અને મંત્રી ઓ સાથે જોડાયેલા મહાનુભાવોના હસ્તે એનાયત કરાવમાં આવ્યા હતા.

રાજકેાટ ખાતે સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થીતીમાં આત્મીય કોલેજ ખાતે રોજગાર દિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં સહિતના જિલ્લાભરના કાર્યક્રમો અન્વયે રાજકોટના કુલ ૬૮૦૦થી વધુ યુવાઓને સરકારી અને ખાનગી ક્ષેત્રે રોજગારી અંગેના નિમણુંક પત્રો એનાયત કરાયા હતા.

- Advertisement -

આ તકે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સુશિક્ષીત અને તાલીમબધ્ધ યુવાધન રાજય અને રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગીક વિકાસ સાથે સર્વાંગી વિકાસ સહભાગી બને અને આ યુવાધનનો સુયોજિત અને કૌશલ્યને અનુરૂપ વિનિયોગ થાય તે માટે રાજય સરકારે અનેક યોજનાઓ અને કામગીરીને અમલી બનાવી છે.

જેના પરીણામે આજ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં રોજગારી આપવામાં પહેલા નંબરે છે. એટલું જ નહીં પણ સ્ટાર્ટ અપ, મેઇક ઇન ઇન્ડીયા, મુદ્રા યોજના સહિત આજરોજ શરૂ કરાયેલ અનુબંધન પોર્ટલ અને એપ એ એક કદમ વિકાસની તરફ આગેકુચ સમાન બની રહેશે.

રોજગારી ક્ષેત્રે કરેલી કામગીરીને વર્ણવતા મંત્રી ઇશ્વરસિંહે માહિતી આપતા જણાાવ્યું હતું કે રાજયના સંવદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની આગેવાનીમાં “હર હાથ કો કામ” એ સુત્રને અપનાવી વધુમાં વધુ યુવાનોને સ્થાનિક ક્ષેત્રે તેઓની યોગ્યતા અને પસંદગી મુજબની રોજગારીની તકો માટે સતત લશ્કરી ભરતી મેળાઓ, મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના, કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત જેવા ઉદ્યોગકારોને મુડીરોકાણ અને નવા ઉદ્યોગો સ્થાપ્વા પ્રોત્સાહક કાર્યક્રમો અન્વયે અનેક રોજગારીની તકો ઉપલબ્ધ બની છે. રાજયની શાંતી અને સલામતીએ આ બાબત માટે મહત્વપૂર્ણ પરીબળ બની રહયું છે.

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૬ હજારથી વધુ યુવાઓને રોજગારી અપાઇ ચુકી છે. કોરોના કાળમાં પણ ઓનલાઇન ભરતી મેળા થકી યુવાઓને રોજગારીની તકો ઘરબેઠા ઉપલબ્ધ કરાવવાની ગુજરાતે કરેલી અભિનવ પહેલ અન્ય રાજયો માટે માર્ગદર્શક બન્યું છે. રાજયના તમામ તાલીમબધ્ધ યુવાઓને રોજગારી ઉપલબ્ધ બનાવી તેમના કૌશલ્યનો સુયોજિત વિનિયોગ કરવા રાજય સરકાર સંકલ્પબધ્ધ હોવાનું મંત્રી એ વિશેષમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મેયર પ્રદિપભાઈ દવે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સુસાશનના પાંચ વર્ષમાં ગુજરાતભરમાં અનેક વિવિધ યુનિવર્સિટીઓની સ્થાપના કરી યુવાઓમાં સ્કિલ ડેવપલોપમેન્ટ રોજગાર લક્ષી અભ્યાસક્રમો થકી વિવિધ રોજગારી યુવાનો પ્રાપ્ત કરી શક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક યોજનાકીય લાભો, નમો ટેબલેટ, પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને રિસર્ચ માટે સ્કોલરશીપ સહિત આર્થિક સધિયારો પૂરો પાડવામાં આવ્યો છે. આંગણવાડી થી પી.એચ.ડી. અભ્યાસ અને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સવિશેષ પ્રોત્સાહક કામગીરી કરી રહી હોવાનું મેયર એ જણાવ્યું હતું.

આ તકે સ્વાગત પ્રવચન કરતા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો તેમજ રાજકોટ જિલ્લામાં શિક્ષિત યુવાઓને રોજગારી થકી મુખ્ય પ્રવાહમાં જોડી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ પહોંચાડવામાં મદદરૂપ બન્યા છે. રોજગાર તાલીમ વિભાગ દ્વારા શિક્ષિત યુવાનોનું રજીસ્ટ્રેશન , રોજગાર ભરતી મેળા તેમજ ખાલી જગ્યા પર નામ સજેશન સહિતની અનેકવિધ કામગીરી થકી રોજગાર વિભાગે યુવાનોને નોકરીની વિપુલ તકો પૂરી પાડી છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે.વી.મોરી, આસિસ્ટન્ટ કમિશ્નર આશિષકુમાર, અધિક કલેક્ટર એન. આર.ધાધલ, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નિયામક ચેતન દવે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ રોજગારી મેળવતા યુવાનો આત્મીય કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મહાનગરપાલિકાના રોશની સમિતિના ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર દ્વારા રૂ.૧૫ લાખના ખર્ચે સ્મશાન ગૃહમાં ઈલેક્ટ્રીક તેમજ ગેસ આધારિત સ્મશાનમાં રીનોવેશન કરાવેલ.
Next Article સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે વિવિધ વિભાગોમાં રાજકોટના ૬૮૮૨ યુવાઓને રોજગારી નિયુક્તિ પત્રો એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?