ગરમીમાં નારિયેળ પાણી શરીરને અનેક ફાયદા પ્રદાન કરે છે અને શરીર હાઈડ્રેટેડ રહે છે. ઉનાળામાં કોકોનટ વોટરની કઈ સ્પેશિયલ રેસિપી બનાવી શકાય, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
ભારતીય વ્યંજન અને સંસ્કૃતિમાં નારિયેળ એક અભિન્ન હિસ્સો રહ્યો છે. નારિયેળથી આરોગ્યને થતા લાભ બિલકુલ પણ અવગણી શકાય નહીં. ગરમીમાં નારિયેળ પાણી શરીરને અનેક ફાયદા પ્રદાન કરે છે અને શરીર હાઈડ્રેટેડ રહે છે. ઉનાળામાં કોકોનટ વોટરની કઈ સ્પેશિયલ રેસિપી બનાવી શકાય, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. આ રેસિપી ટેસ્ટી હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે.
- Advertisement -
કોકોનટ મિલ્ક
કોકોનટ મિલ્ક રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે. આ ડ્રિંક બનાવવા માટે મરી, મધ, આદુ અને નારિયેળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચાર વસ્તુને બ્લેન્ડ કરીને કોકોનટ મિલ્ક તૈયાર કરવામાં આવે છે.
સોલ કઢી
મહારાષ્ટ્રમાં સોલ કઢી ખૂબ જ ફેમસ છે. આ વાનગી બનાવવા માટે નારિયેળ અને કોકમનો ઉપયોગ કરવામાં આવે છે. કોકમ એક ફળ છે અને તે કોંકણમાં મળે છે. આ વાનગીથી પાચન પ્રક્રિયા પણ યોગ્ય રહે છે.
કોકોનટ અને કાકડી ડ્રિંક
ગરમીમાં કોકોનટ અને કાકડી ડ્રિંક પીવાથી શરીર ઠંડુ રહે છે. આ વાનગી બનાવવા માટે કાકડી, કોકોનટ મિલ્ક અને પુદીનાના પાનની જરૂર રહે છે.
- Advertisement -
મેંગો કોકોનટ સ્મૂધી
આ ટેસ્ટી ડ્રિંક બનાવવા માટે ઓટ્સ, લીંબુનો રસ, કોકોનટ મિલ્ક, કેરી, દહીં, મધ અને સૂર્યમુખીના બીજની જરૂર રહે છે. આ વાનગી માત્ર 10 મિનિટમાં બને છે. મેંગો કોકોનટ સ્મૂધી લાઈટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ હોય છે. ઉનાળામાં તમે આ ડ્રિંક ટ્રાય કરી શકો છો.
કોકોનટ અને લેમન
કોકોનટ, લેમન અને પુદીનાથી ડ્રિંક તૈયાર કરી શકાય છે. આ ડ્રિંકમાં મધ મિશ્ર કરવાથી વધુ ટેસ્ટી બને છે અને બોડી કૂલ રહેવાની સાથે સાથે હાઈડ્રેટ પણ રહે છે.