રાજકોટ – ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત તા.૨૩.૧૨.૨૧ સુધી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ થઇ રહયુ છે. જે અન્વયે આ મુજબની પ્રવૃતિઓ ગામોમાં કરવાની રહેશે. ગામના સાર્વજનિક, જાહેર, ધાર્મિક સ્થળોએ દૈનિક ધોરણે સાફ સફાઇ કરવા,, ગામના ઘન કચરાને એક જગ્યાએ અકત્ર કરી તેનું ખાતર બનાવીને યોગ્ય ઉપયોગ કરવા, ધરોના ગંદા પાણીનો કિચન ગાર્ડન/શોષ ખાડા અથવા ભૂગર્ભ ગટરમાં યોગ્ય નિકાલ કરવા ,રસ્તા ઉપર પાણીના ખાબોચિયા ન ભરાય તેની કાળજી રાખવા તેમજ શેરી/મહોલ્લા આંગણવાડી, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, પંચાયત કચેરી દુધની ડેરી, અવેડા વગેરેમાં સફાઇ ઝુંબેશ હરીફાઇ કરી દીપોત્સવી/દિવાળીના તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત ગામનો સ્વચ્છતા અંગેનો પ્રતિભાવ મોબાઇલમાં SSO 2021 એપ ડાઉનલોડ કરી મોકલવાનો રહેશે. જેથી રાજકોટ જિલ્લો સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણમાં અગ્રીણ હરોળમાં આવી શકે. આ અભિયાનમાં સરપંચો, તલાટીઓ, પદાધીકારીઓ, ગ્



