ઉપલેટા ખાતે સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ
હતો. આ કાર્યક્રમમા સાત હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમા જુદી જુદી પ્રકારના રોપા
હતા. પક્ષીનો ખોરાક, ઔષધિય રોપા, ફૂલ છોડ આવનાર ભવિષ્યમાં ઓક્સિજન પૂરું પાડનાર વનસ્પતિનું
વૃક્ષારોપણ કર્યું હતું. આ તકે રાજકોટ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, ઉપલેટા
નગરપાલિકાના પ્રમુખ મયુરભાઈ સુવા, રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન
માંકડિયા, લલિતભાઈ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા અને અનેક નાના મોટી
સંસ્થાના સંચાલકો અને બહોળી સંખ્યામા વૃક્ષપ્રેમીઓ હાજર રહી કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો હતો.



