રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મોજ ડેમ વિસ્તારમાં ૧૦ મી.મી., ફોફળ ડેમ વિસ્તારમાં ૧૦ મી.મી. , છાપરાવાડી – ૨ વિસ્તારમાં ૧૭ મી.મી. તેમજ ભાદર – ૨ ડેમ પર ૫ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ સાથે રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમમાં જીવંત જળ સપાટી ૧૭.૩૦ ફૂટ (૨૦.૫૮ %), મોજ ડેમમાં ૨૪.૫૦ ફૂટ (૧૬.૪૮%), ફોફળ ડેમમાં ૫.૨૦ ફૂટ (૧૨.૫૭%), વેણુ -૨ ડેમમાં ૭.૫૦ ફૂટ (૩૩.૫૭%), આજી -૧ ડેમમાં ૧૫.૧૦ ફૂટ (૨૬.૨૭%), આજી – ૨ ડેમમાં ૨૮.૪૦ ફૂટ (૮૮.૯૩%), આજી – ૩ ડેમમાં ૧૪.૮૦ ફૂટ (૩૨.૨૨%), સોડવદર ૫.૯૦ ફૂટ (૧૧.૩૪%), સુરવો ૮.૪૦ ફૂટ (૧૧.૯૯%), ગોંડલી ૬.૦ ફૂટ (૫.૭૫%), વેરી ૫.૮૦ ફૂટ (૩૯.૪૫%), ન્યારી -૧ ડેમમાં ૧૩.૫૦ ફૂટ (૩૦.૮૧%), ન્યારી – ૨ ડેમમાં ૮.૫૦ ફૂટ (૨૩.૯૭%), ફાડદંગબેટી ૧.૬૦ ફૂટ (૧૩.૬૫%), લાલપરી ૯.૧૦ ફૂટ (૩૯.૩૨%), છાપરાવાડી ૧.૨૦ ફૂટ (૬.૯૬%), ઈશ્વરીયા ૨.૬૦ ફૂટ (૧૨.૬૬%), ભાદર – ૨ ડેમમાં ૫.૬૦ ફૂટ(૨૫.૪૮%), કર્ણકી ૧૦.૫૦ ફૂટ (૩૪.૧૩%) સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૧૯.૩૭ % પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.


