અગિયારસ નિમિતે કેરી સહિતની વસ્તુ ખરીદવા નીકળ્યા હતા
ત્રણ વર્ષના માસુમ પુત્રએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક
- Advertisement -
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ત્રંબા-કાળીપાટ વચ્ચે ખોડિયાર હોટેલ પાસે ગુરુવારે રાત્રે પૂરપાટ ઝડપે જતી ફોર વ્હિલે મોટરસાઇકલને અડફેટે લેતા ત્રંબાનું દંપતી ખંડિત થયું છે આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલી પત્નીનું કરુણ મોત નીપજયું છે બનાવ અંગે અકસ્માત સર્જનાર કારચાલક સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ત્રંબા ગામે ગોલ્ડ કોઈન સોસાયટીમાં રહેતા અને દાણાપીઠમાં છૂટક મજૂરી કરતા ધીરુભાઈ રાણાભાઇ બાંભણીયા ઉ.48એ 3 3065 નંબરની કારના ચાલક સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે ભીમ અગિયારસ હોય પુત્ર ભાવેશ ઉ.34, પુત્રવધુ નિશાબેન ઉ.32 અને પૌત્ર કાનો ઉ.3 વર્ષ ગામમાં એક્ટિવા લઈને ગયા હતા કેરી તેમજ ઘરની વસ્તુ ખરીદવા ગયા હતા દરમિયાન સાડા આઠેક વાગ્યે મને જાણવા મળેલ કે મારા પુત્રના એક્ટિવાને ખોડિયાર હોટલ પાસે કારચાલકે ઠોકર મારી અકસ્માત સર્જ્યો છે જેથી ત્યાં જઈને જોતા લોકોના ટોળા એકઠા થયેલા હતા અને કારચાલક નાસી છૂટ્યો હતો 108 આવી જતા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અહીં પુત્રવધુ નિશાબેનને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા જયારે પુત્રને દાખલ કર્યો હતો અને પૌત્રને પ્રાથમિક સારવાર આપી રજા દીધી હતી બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના એચ એમ ધરજીયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ફરિયાદ નોંધી અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે ઘરની લક્ષ્મીનું અકસ્માતમાં મૃત્યુ થતા એક પુત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે.




