(GSRTC) દ્વારા કંડક્ટરની ૪,૩૧૮ તથા ડ્રાયવરની ૪,૫૯૯ મળીને કુલ ૮,૯૧૭ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરાઈ છે
તાલીમ વર્ગોમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૯ જૂન ૨૦૨૬ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે
- Advertisement -
સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશા અગ્રેસર રહી છે. હાલમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટરની ૪,૩૧૮ તથા ડ્રાયવરની ૪,૫૯૯ મળીને કુલ ૮,૯૧૭ જગ્યાઓ માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી પરીક્ષામાં છાત્રો ઝળહળતી સફળતા મેળવી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરિયર કાઉન્સિલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CCDC) દ્વારા આગામી ૩૦ જૂન ૨૦૨૬, મંગળવારથી ખાસ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રાથમિક તાલીમ વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.યુનિવર્સિટીના કુલપતિ અને કુલસચિવના સફળ માર્ગદર્શન હેઠળ કાર્યરત CCDC કેન્દ્રના આ તાલીમ વર્ગોમાં દરરોજ સિલેક્ટેડ ટોપિક ઉપર તજજ્ઞ નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુવિધા માટે નિયમિત સ્વચકાસણી સ્વરૂપે MCQ પરીક્ષા અને વાંચન માટે જ્ઞાનના સાગર સમાન ઇનહાઉસ લાઇબ્રેરીની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. આ ખાસ કોચિંગ ક્લાસમાં GSRTC ની પ્રાથમિક પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમ જેવા કે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતનો ઇતિહાસ તથા ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો, એસ.ટી. નિગમને લગતી માહિતી, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ જેવા વિષયોની સઘન તાલીમ આપવામાં આવનાર છે.આ તાલીમ વર્ગોમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૯ જૂન ૨૦૨૬ સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. ઉમેદવારોએ ગ્રાઉન્ડ ફ્લોર, CCDC બિલ્ડિંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ ખાતે રૂબરૂ આવીને રજીસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે જમા કરાવવાનું રહેશે. ફોર્મ સાથે બે પાસપોર્ટ સાઈઝના ફોટા, GSRTC નું ઓનલાઈન ભરેલા ફોર્મની ઝેરોક્ષ, આઈ.ડી. પ્રૂફ, ધોરણ-૧૨ ની માર્કશીટ અને સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ લાવવાના રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ ભર્યા બાદ કેમ્પસ પર આવેલી બેંકના વર્કિંગ દિવસો દરમિયાન જ ફી ભરી શકાશે. વધુ માહિતી માટે યુનિવર્સિટીના CCDC વિભાગનો ફોન નં. (૦૨૮૧) ૨૫૮૭૧૪૪ (Ext. No. 476) અથવા ઈ-મેલ ccdc@sauumi.ac.in પર સંપર્ક કરી શકાશે.




