કલેકટર ગિરનાર પર અંબાજી મંદિરે પહોંચ્યા, રોપ-વેનું કર્યુ નિરીક્ષણ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ખુદ જિલ્લા કલેકટર રચિત રાજ મતદાન જાગૃતિ માટે કાર્ય કરી રહ્યાં છે. ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી મંદિરે કલેકટર પહોંચ્યાં હતાં અને માતાજીની આરતી ઉતારી લોકોને મતદાન કરવા અપિલ કરી હતી. વિધાનસભાની ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજનાં માર્ગદર્શનમાં વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિનાં વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર રચિત રાજ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજીનાં દર્શન કરવા પહોંચી ગયા હતાં અને સાથે મતદાન જાગૃતિ માટે માતાજીની આરતી કરી હતી. તેમજ લોકોને મતદાન કરવા અપિલ કરી હતી. આ ઉપરાંત ગિરનાર પર્વત ઉપર કાર્યરત રોપ-વેનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ માધવપુરનાં મેળામાં આવનાર પ્રવાસીઓ જૂનાગઢ આવે તેની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું હતું.



