ATSએ ત્રણને ઝડપી પાડ્યા: એક દરિયામાં કૂદી ગયો, શોધખોળ શરૂ
દિલ્હીમાં જથ્થો આપવાના હતાં: બ્રાઝીલથી ડ્રગ્સનો જથ્થો લોડ કરાયો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતના મુદ્રા પોર્ટ તરફ આવી રહેલા એક જહાજમાંથઈ ગુજરાત અઝજ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 1000 કરોડની કિંમતનું કોકેઈન ઝડપી પાડ્યું છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા બે શખસોને આપવાનો હતો. તપાસ ટીમે કુલ ત્રણ લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે. જ્યારે એક વ્યકિત રેડ દરમિયાન દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત અઝજ અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી એક જહાજમાંથી 1180 કરોડની કિંમતનું 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો નાની બોટ મારફત કાંઠા તરફ લઈ જવાની તૈયારી હતી. કોકેઈન બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યું હોવાનું અને દિલ્હીમાં ડિલિવરી કરવાની હોવાનું સામે આવ્યું છે.
અઝજએ જ્યારે જહાજ પર રેડ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા અઝજએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા ઓરીપોમાં જુમા નાસીર ઓમાર (બોટમાંથી ઝડપાયો), કેલ્વિન ચુકવામા (દિલ્હીથી પકડાયો) અને બ્યારુહંગા જેમ્સ (દિલ્હીથી પકડાયો) છે. ડ્રગ્સનો કેટલોક જથ્થો દરિયામાં ફેંકી દીધાની આશંકા ATS પાસે 150 કિલો ડ્રગ્સ હોવાની માહિતી મળી હતી પરંતુ 118 કિલો જ ડ્રગ્સ મળ્યું છે જેથી બાકીનું ડ્રગ્સનું એક પેકેટ દરિયામાં ફેંક્યું હોવાની શક્યતા છે જેથી અઝજ અને કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં તપાસ કરવામાં આવી રહી છે.



