આશુતોષ રાંકા અને સૌરવ દાસ જંતર-મંતર પર પ્રદર્શન બદલ ન્યાયિક કસ્ટડીમાં
કોકરોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દીધા છે. જ્યારે અજિંક્ય શિંદેને ખાનગી બોન્ડ પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ત્રણેયને મંગળવાર સવારે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રાત્રે ૩ વાગ્યે તેમને સાવચેતીના પગલા તરીકે ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે સવારે તેમને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. CJPની કાનૂની ટીમનાં વડા રત્ના સિંહના જણાવ્યા મુજબ, ત્રણેય પર મંજૂરી વિના જંતર-મંતરમાં પ્રવેશવા, બોન્ડની શરતો તોડવા અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાના આરોપો છે. આશુતોષ અને સૌરવને ૧૦ ઑક્ટોબરે પણ ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ૧૦ ઓક્ટોબરે CJPના સ્થાપક અભિજીત દીપકે, પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે ફ્લાઇટમાંથી કસ્ટડીમાં લીધા હતા. ત્રણેયને ૧૧ ઑક્ટોબરે દિલ્હી કેન્ટની વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ અદાલતમાંથી ત્રણેયને ૫૦-૫૦ હજાર રૂપિયાના જામીન બોન્ડ પર મુક્ત કરાયા હતા. મુક્તિની શરત મુજબ, ત્રણેયે એક વર્ષ સુધી શાંતિ જાળવવાની હતી અને એવું કોઈ કામ કરવાનું નહોતું, જેના કારણે શાંતિ ભંગ થાય. આ માટે બોન્ડ પર હસ્તાક્ષર કરવાની વાત સામે આવી હતી.
- Advertisement -
જંતર-મંતર પર તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથીઃ રાહુલ ગાંધી
આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ અને ૫ દિવસની કસ્ટડી સામે રાહુલ ગાંધીએ પણ સવાલો ઊઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, જંતર મંતર પર જઈને તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી. જંતર-મંતર ભારતના નાગરિકોનું જ છે અને તેને અમે પાછું મેળવીને જ રહીશું. યુવાનોને જેલમાં મોકલવું એ કાયરતા છે.




