અમદાવાદ ATCને મળ્યો કેપ્ટન સ્મિતની ફ્લાઇટ જેવો જ મેસેજ મળ્યો
જર્મની-દિલ્હી ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
- Advertisement -
ફ્રેન્કફર્ટથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ Al-2030નું બુધવારે સવારે જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. માહિતી અનુસાર, ફ્લાઈટમાંથી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને હાઈજેકનો સંકેત મળ્યો હતો. આ માહિતી જયપુર અઝઈ સાથે શેર કરવામાં આવી હતી. લગભગ ૪૫ મિનિટ બાદ વિમાનને જયપુરમાં લેન્ડ કરવામાં આવ્યું. પ્રારંભિક તપાસમાં પાઈલટની ભૂલને કારણે અલર્ટ મેસેજ મોકલાયો હોવાની માહિતી છે.
ફ્લાઇટરડાર ૨૪ અનુસાર, વિમાને ૧૩ ઓક્ટોબરની રાત્રે ૯:૪૫ વાગ્યે ફ્રેન્કફર્ટથી ઉડાન ભરી હતી. તેને ૧૪ ઑક્ટોબરની સવારે ૧૦:૪૦ વાગ્યે દિલ્હી પહોંચવાનું હતું, પરંતુ તેને જયપુર ડાયવર્ટ કરવામાં આવ્યું. ૩૦ સપ્ટેમ્બરે ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાંથી પણ હાઇજેક સિગ્નલ કોડ ૭૫૦૦ મોકલવામાં આવ્યો હતો. આ વિમાનને પાઈલટે હાઈજેક કરીને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય કો-પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છરે તેમ થતું અટકાવ્યું હતું. ફ્લાઈટની તપાસ બાદ એજન્સીઓએ તેને દિલ્હી જવાની મંજૂરી આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટે પૂછપરછ દરમિયાન ભૂલથી એલર્ટ બટન દબાવવાનો ઈનકાર કર્યો છે. જોકે, હજુ સુધી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. લગભગ અઢી કલાક સુધી એરક્રાફ્ટની તપાસ કરવામાં આવી. હાલમાં એરક્રાફ્ટને પાર્કિંગ એરિયાથી દૂર ઊભું રાખવામાં આવ્યું છે. તેની આસપાસ સુરક્ષા એજન્સીઓની ટીમો તૈનાત છે. સીઆઈએસએફની ટીમે જયપુર એરપોર્ટ પર પહોંચેલા વિમાનની તપાસ પૂર્ણ કરી લીધી છે. વિમાનમાં હાલમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે થોડા સમય બાદ બધું સામાન્ય રહે તો ફ્લાઈટ ફરીથી દિલ્હી માટે ઉડાન ભરી શકે છે.
પાયલટની ભૂલે પેસેન્જર્સના જીવ પડીકે બંધાયા
પ્રારંભિક માહિતીમાં જણાવવામાં આવી રહ્યું છે કે પાઇલટે ભૂલથી ૭૫૦૦ બટન દબાવી દીધું હતું. બટન માત્ર થોડા સેકન્ડ માટે જ દબાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ફરીથી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ગઈકાલે બનેલી ઘટના અને એવિએશનના નિયમો હેઠળ અમદાવાદ એરપોર્ટે સતર્કતા વધારીને સમગ્ર પ્રોટોકોલનું પાલન કર્યું અને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું.




