કાર્તિકે 41 રન બનાવ્યા, નૂર અહેમદે 2 વિકેટ લીધી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ચેન્નઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સીઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. અરુણ જેટલી મેદાન પર દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. CSK માટે સંજુ સેમસને 52 બોલમાં અણનમ 87 રનની ઇનિંગ રમી હતી. તો કાર્તિક શર્માએ 41* રન બનાવ્યા. બન્ને વચ્ચે 114 રનની મેચ વિનિંગ પાર્ટનરશીપ થઈ દિલ્હી તરફથી સમીર રિઝવીએ અણનમ 40 રનની ઇનિંગ રમી હતી. તે સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સ 38, પથુમ નિસાંકા 19, નીતિશ રાણા 15, આશુતોષ શર્મા 14, કરુણ નાયર 13 અને કેએલ રાહુલે 12 રન બનાવ્યા હતા. રિઝવી અને સ્ટબ્સ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 65 રનની ભાગીદારી થઈ હતી. ચેન્નઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.
ICC T20 રેન્કિંગમાં ભારતનો દબદબો યથાવત
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20I1 રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ઇંગ્લેન્ડ બીજા સ્થાને છે અને ઓસ્ટ્રેલિયા ત્રીજા સ્થાને છે. ભારતે માર્ચમાં શ્રીલંકા સાથે મળીને ઝ20 વર્લ્ડ કપના ખિતાબનો બચાવ કરીને ઇતિહાસ રચ્યો હતો અને રેકોર્ડ ત્રીજી વખત ટ્રોફી જીતી હતી.
ઈંઈઈ એ જણાવ્યું હતું કે નવીનતમ રેન્કિંગમાં, મે 2025 પછી રમાયેલી બધી મેચોને 100 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષની મેચોને 50 ટકા વેઇટેજ આપવામાં આવ્યું છે.
ભારત 275 પોઈન્ટ સાથે ટોચ પર છે, જ્યારે ઇંગ્લેન્ડ 262 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 258 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ટોચની 7 ટીમોની યાદી રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.



