By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    1 day ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    4 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    5 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    6 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    47 minutes ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    55 minutes ago
    પશ્ર્ચિમ બંગાળમાં બુલડોઝર એક્શન
    56 minutes ago
    UPSCમાં મોટા ફેરફારની શક્યતા, SC-ST-OBCની સાથે પેટા જ્ઞાતિના ઉલ્લેખની ભલામણ
    4 hours ago
    અમિત શાહની રણનીતિનું પરિણામ આખરી સભામાં મમતાને ‘ગૂડબાય’ કહી કાર્યકર્તાઓમાં વિશ્ર્વાસ બનાવ્યો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    39 minutes ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    3 hours ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    1 day ago
    IPL 2026: કોણ છે અક્ષત રઘુવંશી? જેણે ડેબ્યૂ મેચમાં જ કર્યો વૈભવ સૂર્યવંશી જેવી કમાલ! ખાસ લિસ્ટમાં એન્ટ્રી
    1 day ago
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 hours ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    6 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 74 કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલ તૈયાર, ટૂંક સમયમાં ઈખના હસ્તે લોકાર્પણની શક્યતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 74 કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલ તૈયાર, ટૂંક સમયમાં ઈખના હસ્તે લોકાર્પણની શક્યતા
રાજકોટ

74 કરોડના ખર્ચે નિર્મિત સાંઢિયા પુલ તૈયાર, ટૂંક સમયમાં ઈખના હસ્તે લોકાર્પણની શક્યતા

Khaskhabar Editor
Last updated: 2026/05/06 at 4:14 PM
Khaskhabar Editor 37 minutes ago
Share
3 Min Read
SHARE

ટ્રાફિક વ્યવસ્થામાં કરોડરજ્જુ સમાન ગણાતા સાંઢિયા પુલનું કામ પૂર્ણતાના આરે

છેલ્લાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા એક લાખથી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે

- Advertisement -

સાંઢિયા પુલ પર ટ્રકો ઊભા રાખી લોડ ટેસ્ટિંગ કરાયું: રેતી ભરેલા અનેક ડમ્પર અને ટ્રકોને ઊભા રાખીને નિરીક્ષણ કરવામાં આવ્યું 

નાગેશ્ર્વર, એઈમ્સ હૉસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર અને પોપટપરાના રહીશોને ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટના જામનગર રોડને જોડતા નવનિર્મિત સાંઢિયા પુલનું કામ હવે પૂર્ણતાના આરે છે, ત્યારે સુરક્ષાના ભાગરૂપે મનપાના એન્જિનિયરો દ્વારા બ્રિજ પર ‘લોડ ટેસ્ટિંગ’ (ભાર વહન ક્ષમતાની ચકાસણી) કરવામાં આવ્યું હતું. બ્રિજ પર મોટી સંખ્યામાં ભારેખમ ટ્રકો ઊભા રાખીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં ભારે વાહનોની અવરજવર સમયે પુલની સ્થિરતા અને મજબૂતીની ખાતરી કરી શકાય. કોઈપણ મેજર બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા તેની ક્ષમતા માપવી અનિવાર્ય હોય છે. સાંઢિયા પુલ પર રેતી ભરેલા અનેક ડમ્પર અને ટ્રકોને ચોક્કસ અંતરે ઊભા રાખીને વિવિધ પોઈન્ટ્સ પર દબાણ અને તેની અસરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટેકનિકલ ટીમ મુજબ, આ ટેસ્ટિંગમાં પુલ સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે.
મનપાના સેન્ટ્રલ ઝોનના સિટી ઇજનેર અતુલ રાવલના જણાવ્યા મુજબ, રૂ. 74.25 કરોડના ખર્ચે બનેલા આ 600 મીટર લાંબા બ્રિજની મુખ્ય સિવિલ કામગીરી અને લોડ ટેસ્ટિંગ જેવા મહત્વના તબક્કા પૂરા થઈ ગયા છે. હવે માત્ર જમણી બાજુના એપ્રોચ રોડ પર ડામરકામ અને પેઇન્ટિંગ જેવી ફિનિશિંગની કામગીરી બાકી છે, જે આગામી 20 દિવસમાં આટોપી લેવાશે.
આગામી 20 મે આસપાસ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવવાના છે, ત્યારે આ ફોરલેન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. આ બ્રિજ શરૂ થવાથી જામનગર રોડ, પશ્ચિમ રાજકોટ અને સેન્ટ્રલ ઝોનના 1 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકની જંજટમાંથી મુક્તિ મળશે. લોડ ટેસ્ટિંગ પ્રક્રિયા સફળ રહેતા હવે માત્ર વહીવટી મંજૂરી અને અંતિમ ઓપ આપવાનું જ કામ બાકી રહ્યું છે.
આ બ્રિજ શરૂ થવાથી રાજકોટના વોર્ડ નં. 1, 2 અને 3ના રહેવાસીઓ સહિત અંદાજે 1,00,000થી વધુ વાહનચાલકોને મોટી રાહત મળશે. ખાસ કરી નાગેશ્વર, ઘંટેશ્વર, એઇમ્સ હોસ્પિટલ તરફ જતા લોકો, શીતલ પાર્ક, માધાપર, રેલનગર અને પોપટપરા વિસ્તારના રહીશોને હવે ટ્રાફિક જામનો સામનો નહીં કરવો પડે. અત્યાર સુધી પુલ બંધ હોવાને કારણે એસ.ટી. બસો અને અન્ય ભારે વાહનોને શહેરના મુખ્ય માર્ગો જેવા કે યાજ્ઞિક રોડ, રૈયા રોડ અને રૈયા ચોકડી થઈને 150 ફૂટ રિંગ રોડ પર ડાયવર્ટ કરવામાં આવતા હતા. આના કારણે શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય વધી ગયું હતું.
જોકે ચાલુ મહિનાના અંત સુધીમાં આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે. જેના કારણે હવે આ તમામ ભારે વાહનો પણ સીધા સાંઢિયા પુલ પરથી પસાર થશે, જેના કારણે શહેરના મધ્ય ભાગમાં ટ્રાફિકની ગીચતામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની બચત થશે. આ સિવાય જામનગર રોડનાં વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને રોજ અવરજવર માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે. આ માટે સંબંધિત એજન્સીને બાકીનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા કડક સૂચના આપી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

You Might Also Like

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%

રાજકોટ મનપાની તિજોરી છલકાઈ: 1.65 લાખ કરદાતાએ 100 કરોડનો વેરો ભર્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
Next Article ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી માવઠાંની સિસ્ટમ સક્રિય: ધરતીપુત્રોના જીવ અધ્ધર

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
ગજ્જર સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ફાઈનલ જંગ
ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું
મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત
9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે
ધો.10નું 83.86% પરિણામ: રાજકોટ જિલ્લાનું 88.11%
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધો 10 બોર્ડમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના બે વિદ્યાર્થીએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાજકોટ

મહાપાલિકાનું મેગા ડિમોલિશન: મવડી અને નાનામવામાં 32 કરોડની જમીન દબાણમુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટ

9મીએ પિતા અને પુત્રના સંબંધોની ગરિમા સમજાવતો ‘પાપા મેરી જાન’ ટૉક શૉ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?