નીતા દવે
સંવેદનાઓને ખર્ચીને સંપત્તિને ખરીદતાં રહ્યા
સંબંધો રઝળી પડ્યા બધાં સુવિધાની હોડમાં
- Advertisement -
નિવેશઆ શબ્દ સાંભળતા જ આપણી સામે અનેકાનેક વિકલ્પો આવવા લાગે છે. જેમકે, ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ, બિઝનેસ, શેર બજાર, સોનું, એસ આઈ પી, બેંક ડિપોઝિટ.. વગેરે વગેરે ! કારણકે આપણે રોકાણ માત્ર રૂપિયાનું જ કરતા શીખ્યા છે. આપણી પેઢીઓ, આપણા પૂર્વજો પણ ધન સંચયને મહત્વ આપતા, ધનસંચય દ્વારા જ આપણા ભવિષ્યને સધ્ધર બનાવી શકાય આવી માનસિકતા આપણે ધરાવીએ છીએ. જો કે કેટલાક અંશે એ સત્ય પણ છે. રૂપિયો, ધન એ જીવનની જરૂરિયાત માટે અગત્યની બાબત છે.તેને ક્યારેય નકારી ન શકાય. પરંતુ અહીંયા પ્રશ્ર્ન એ આવે છે કે શું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે ફક્તને ફક્ત આર્થિક રોકાણ જ જરૂરી છે? શું ખરેખર આર્થિક સદ્ધરતા મેળવી ને આપણે આપણું ભવિષ્ય ચોક્કસ સુખ તરફ કે નિશ્ચિત શાંતિ તરફ લઈ જઈ શકીએ છીએ?
જો આ પ્રશ્ર્નનો જવાબ આપણી પાસે નથી, અથવા આવનારા ભવિષ્યમાં આપણી આર્થિક સિવાય પણ કયા પ્રકારની જરૂરિયાતો હશે.? જો એ આપણે જાણી શકતા નથી તો રોકાણ થોડી બીજી બાબતોમાં પણ થવું જરૂરી છે ! આર્થિક સધ્ધરતાથી માત્ર સગવડો ખરીદી શકાય છે સુખ નહીં ! તેમ છતાં આપણે આ બાબત ભૂલી જઈએ છીએ. બાળક સમજણું થાય અને તેના અભ્યાસ બાબત કે કેરિયર નક્કી કરવાનું હોય તો પહેલો દ્રષ્ટિકોણ આર્થિક ઉપાર્જન નો જ રહેશે ! આપણે જાણતા-અજાણતા જ આપણી આવનારી પેઢીને આર્થિક નિવેશનાં પાઠ જ શીખવીએ છીએ… અને એ પેઢી જ્યારે મોટી થાય આપણે શીખવેલ પાઠ બરાબર શીખીને પોતાના જીવનમાં વ્યસ્ત બને જ્યારે આપણે જ તેની પાસેથી લાગણી,પ્રેમ,પરિવાર ભાવના જેવી લાગણીઓની અપેક્ષા રાખીએ છીએ! કેમ ભૂલી જઈએ છીએ આપણે કે માનવ મનની જમીન બહુ જ ફળદ્રુપ છે ત્યાં જે પ્રકારના વિચારોના બીજ વાવવામાં આવશે વ્યક્તિનું વ્યક્તિત્વ તે રીતે જ આકાર પામશે..!
પ્રવર્તમાન સમયમાં સમાજમાં આવતા સંવેદનાત્મક પરિવર્તનો કદાચ આવા materialist investment ને જ આભારી છે એવું કહી શકાય. જીવનમાં આર્થિક રોકાણ જેટલું મહત્વનું છે.તેના કરતાં ઘણું જરૂરી સંબંધો નું રોકાણ છે, સમયનું રોકાણ છે, વિચારોનું રોકાણ છે, વિશ્વાસનું રોકાણ છે, અને શ્રદ્ધાનું રોકાણ છે !! એ શ્રદ્ધા જો સ્વથી લઈ અને ઈશ્વર સુધી રોપવામાં આવે તો અદ્ભુત વળતર મેળવી શકાય છે ! પરંતુ વિચારોની આ દિશામાં આપણે પગલું પણ કરતા નથી. જ્યારે જીવનમાં કોઈ પ્રસંગે સંબંધોની, વિશ્વાસની, લાગણીની ખોટ વર્તાય ત્યારે આપણી પાસે જમા કરેલ ધનસંચય કે રોકાણ આ ખોટને પૂરી કરી શકતા નથી. ત્યારે જ કદાચ માનવજાતની ગરીબાઈનું દ્રશ્યતા દશ્યમાન થાય છે..! સંપત્તિ ક્યારે સુખનો વિકલ્પ ન બની શકે.
ઈશ્વરે દરેકને ગણીને શ્વાસો આપેલા છે. આપણે સમયનું આયોજન કેમ કરવું તે આપણી સમજણ પણ આધાર રાખે છે. સારા પુસ્તકોનું વાંચન, પ્રકૃતિ સાથે ગાળેલો સમય, અને સ્નેહાળ સંબંધો પાછળ ખર્ચેલા સમયનું ભવિષ્યમાં બહુ જ સારું વળતર મળે છે. આપણી આસપાસ વસતા લોકો, આપણા બાળકો, સ્વજનો, કે પછી emotional investment..!આ બધી જગ્યાએ ઉત્તમ વિચારોનું વાવેતર કરવું જોઈએ. આપણા દ્વારા થયેલું કોઈ એક ઉતમ વિચારનું વાવેતર કોઈ ના જીવન માં સુંદર ભવિષ્યનું નિર્માણ કરી શકે છે. આથી હંમેશાં સારા વિચારોનું રોકાણકર્તા બનવું જોઈએ. હવે સૌથી અગત્યનું છે યળજ્ઞશિંજ્ઞક્ષફહ શક્ષદયતળિંયક્ષિ.ં.! સંબંધોમાં નફો-નુકસાન કે ફાયદો ન જુઓ, પછી ભલે એ સંબંધ લોહીનો હોય, લાગણીનો, કે વ્યવસાયિક… હૃદયમાં રોપાયેલ સ્નેહનું બીજ ભવિષ્યમાં ચોક્કસ અંકુરિત થઈ અને તમારી જીવન સંધ્યાએ છાયડો બનીને શાતા આપશે જ..! આ આસ્થા ક્યારે ન ગુમાવવી જોઈએ. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે કે જ્યારે આપણે પરસ્પર વિશ્વાસ મુકતા અને એકબીજાનો વિશ્વાસ નિભાવતા શીખીશુ ! આજના સમયમાં આ બાબત સ્વીકારવી થોડી અઘરી છે, પરંતુ જીવનમાં થયેલા એકાદ કડવા અનુભવને કારણે સમગ્ર માનવજાત પ્રત્યે સંદેહ રાખીને વિશ્વાસ ક્યારે ન ગુમાવો જોઈએ. કારણ કે શ્રદ્ધા અને શંકા બંને એકસાથે સંબંધોમાં ક્યારેય પણ ન રહી શકે.
- Advertisement -
આપણે ધીમે ધીમે નિસ્વાર્થ સંબંધો જીવવાના ભૂલતા જઈએ છીએ. સહજ ભાવથી કોઈની મદદ કરવાનું ટાળતા હોઈએ છીએ. ક્યારેક જીવનમાં કોઈ કપરી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પણ અંગત લોકો પાસે વિશ્વાસ મૂકી અને વાતો કરતા ડરીએ છીએ..! શા માટે આવું બને છે.? કદાચ આપણે પ્રેમ, કરુણા,વિશ્વાસ આ બધા ક્ષેત્રે રોકાણ કરવાનું ભૂલી ગયા છીએ.ખરા અર્થમાં જોઈએ તો આ માણસઇ માટે ની જીવનની સૌથી મોટી ગરીબાઈ કહેવાય! ધનથી સ્વાર્થના સબંધો ખરીદી શકાય,પરંતુ સ્નેહથી નિસ્વાર્થ અંગત મેળવી શકાય !આ સત્યનનો સ્વીકાર આપણા માટે બહુ અઘરો બનતો જાય છે.
માનવી સમજણ આવતાની સાથે જ સંચય શરૂ કરી દે છે. આર્થિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક. આ બધાજ અલગ અલગ પ્રકારનું છે એકત્રીકરણ કરવાનું શરૂ કરી દે છે…. પરંતુ સૌથી વધુ આપણે દોડતા રહીએ છીએ ભૌતિક સુખની લાલસામાં ! સામાજિક પદ-પ્રતિષ્ઠા અને હોદ્દા ની આંધળી દોટ પાછળ પરંતુ જ્યારે દોડતા દોડતા કયારેક લાગણીઓને ઠેસ વાગે ત્યારે અચાનક વાહનમાં લાગેલી બ્રેક થી જે ધક્કો લાગે એવો જ ધક્કો માનવ મનને પણ લાગે છે..! આપણે જેને સુખ માની બેઠા હતા તે તો માત્ર સગવડો છે સુખ નહીં! ખૂબ ધનાઢ્ય કે અતિ પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ જીવન સંધ્યાએ પહોંચ્યા પછી જીવનમા જે તે સમય સાથે છૂટી ગયેલા ’કિંતુ’ અને ‘પરંતુ’ ના અફસોસ ને વાગોળતો હોય છે. એ અફસોસ આર્થિક નિવેશ માં કરેલી ભૂલ નો નહીં…પણ જીવનને એકાંતમાં છોડીને દૂર થયેલા કોઈ અંગત નો, સ્વજનો સાથે ન ગાળી શકેલા સમયનો, છૂટી ગયેલા મિત્રોનો હોય છે! આપણે એ સત્ય જાણીએ જ છીએ કે, કોઇ પણ વ્યકિત જીવનને 100% મન મુજબનું નથી જીવી શકવાના… પરંતુ જીવનનાં અંતે જ્યારે સંવેદનાઓની સરવાળા બાદબાકી થાય ત્યારે જીવનની balance sheet નુકશાની વાળી ન બની રહે એવું જીવી શકીએ તો પણ આપણે જીવનને યોગ્ય જગ્યાએ નિવેશ કર્યું છે, એ સંતોષ સાથે આ દુનિયામાંથી exit લઈ શકીશું.