ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં લાગુ થશે: ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ક્ધફર્મ ટિકિટ થઇ કે નહિ તે જાણી શકાશે
રેલ્વેએ યાત્રિકોની સુવિધા માટે પહલ કરી: વેઇટિંગ લિસ્ટ ચાર્ટ 4 નહીં 24 કલાક પહેલા તૈયાર થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક સારા સમાચાર છે. રેલવે હવે એક નવો નિયમ લાવવાનું વિચારી રહી છે. આનાથી મુસાફરોને ટ્રેનમાં સીટ મેળવવામાં થતી મુશ્કેલી ઓછી થશે. નવા નિયમ મુજબ, રેલવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા ચાર્ટ જારી કરવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં, મુસાફરો 24 કલાક પહેલા જ તેમની સીટની સ્થિતિ જાણી શકશે.
હાલમાં ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી સીટ ક્ધફર્મ છે કે નહીં. આનાથી દૂરથી આવતા મુસાફરોને ઘણી મુશ્કેલી પડે છે. તેઓ છેલ્લી ઘડી સુધી જાણતા નથી કે તેમની ટિકિટ ક્ધફર્મ છે કે નહીં. તમને જણાવી દઈએ કે ચાર્ટમાં કયા મુસાફરને કઈ સીટ મળી છે તેની માહિતી હોય છે.
રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ યોજના 6 જૂનથી રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સમસ્યા આવી નથી. તેમણે કહ્યું, અમે થોડા વધુ અઠવાડિયા સુધી તેનો પ્રયાસ કરીશું. આનાથી ખબર પડશે કે કોઈ સમસ્યા છે કે નહીં. જો કોઈ સમસ્યા ઊભી થાય છે, તો તેને કેવી રીતે ઉકેલવી.
- Advertisement -
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઘણી વખત મુસાફરોને સ્ટેશન પર પહોંચવાના થોડા કલાકો પહેલા ખબર પડે છે કે તેમની વેઇટિંગ લિસ્ટ ટિકિટ ક્ધફર્મ નથી. આનાથી તેમને ઘણી મુશ્કેલી પડે છે. 24 કલાક અગાઉથી જારી કરાયેલ ચાર્ટ લોકોને તેમની મુસાફરીનું આયોજન કરવામાં મદદ કરશે અને તણાવ પણ ઘટાડશે રેલ્વે અધિકારીઓ કહે છે કે આ નવી સિસ્ટમ મુસાફરોને તેમની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, 100 કિમી કે તેથી વધુ અંતરેથી આવતા મુસાફરોને સ્ટેશન પર પહોંચવા માટે વધુ સારી માહિતી અને સમય મળશે. આનાથી છેલ્લી ઘડીની મુશ્કેલી ઓછી થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવો નિયમ છેલ્લી ઘડીએ મુસાફરી કરવાનું અને તત્કાલ ટિકિટ બુક કરાવવાનું આયોજન કરનારાઓને અસર કરશે નહીં. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા તત્કાલ ટિકિટ બુક કરવામાં આવતી હોવાથી, એક દિવસ પહેલા સંપૂર્ણ ચાર્ટ જાહેર કરવામાં કોઈ સમસ્યા નહીં રહે. હજુ સુધી સ્પષ્ટ નથી કે રેલવે ક્ધફર્મ રિઝર્વેશન ધરાવતા મુસાફરોની બીજી અને ત્રીજી યાદી જાહેર કરશે કે નહીં. કારણ કે શકય છે કે ઘણા મુસાફરો ક્ધફર્મ ટિકિટ હોવા છતાં છેલ્લા 24 કલાકમાં તેમનું બુકિંગ રદ કરે. એક સૂત્રએ જણાવ્યું હતું કે પહેલા પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થવા દો, ત્યારબાદ મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
અગાઉ રેલ્વે રિઝર્વેશન ચાર્ટ સામાન્ય રીતે બે વાર તૈયાર કરવામાં આવતા હતા. પહેલો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાન સમયના ચાર કલાક પહેલા તૈયાર કરવામાં આવતો હતો અને બીજો અથવા અંતિમ, ચાર્ટ ટ્રેન પ્રસ્થાનના 30 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવતો હતો. રેલવેને આશા છે કે મુસાફરોને આ નવો નિયમ ગમશે.
આ નવી વ્યવસ્થાની શરૂઆત 6 જૂનથી બીકાનેર ડિવિઝનમાં એક ટ્રેન પર પ્રયોગ તરીકે શરૂ કરી દીધી છે. રેલવેના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલાવના શરૂઆતી ચાર દિવસમાં તેની અસર એકદમ સકારાત્મક જોવા મળી. મુસાફરોને ઘણી રાહત મળી અને તેમને યાત્રાનો પ્લાન કરવામાં વધારે સ્પષ્ટતા અને સમય મળ્યો છે.
અત્યાર સુધી રેલવે વેઇટિંગ લિસ્ટનો અંતિમ ચાર્ટ ટ્રેન ચાલવાના 2.5થી 4 કલાક પહેલા બનતો હતો. તેનાથી યાત્રીઓને આ નક્કી કરવામાં ખૂબ જ ઓછો સમય મળી શકતો હતો કે તેઓ યાત્રા કરી શકશે કે નહીં. પણ જો ચાર્ટ એક દિવસ પહેલા બની જશે, તો યાત્રી ફ્લાઇટ, બસ અથવા બીજી ટ્રેન જેવા વૈકલ્પિક સાધનોનો ઉપયોગ કરવા વિશે વિચારી શકે છે.
આ વ્યવસ્થા ખાસ કરીને એ રૂટ્સ પર વધારે ફાયદાકારક હશે, જ્યાં વેઇટિંગ લિસ્ટ હંમેશા લાંબી રહે છે, જેમ કે દિલ્હીથી બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ અથવા યૂપી-બિહારથી મુંબઈ અને ગુજરાત વચ્ચે ચાલતી ટ્રેનો. આ રૂટ્સ પર હંમેશા વેઇટિંગ લિસ્ટ 400 સુધી પહોંચી જાય છે અને ટિકિટ રિગ્રેટ સ્ટેટસમાં આવી જાય છે. રેલવેના જણાવ્યા અનુસાર, એક દિવસ પહેલા ચાર્ટ તૈયાર થવાથી કોચની સંખ્યા વધારવા, કોલોની ટ્રેન ચલાવવા અને યાત્રીઓ માટે અતિરિક્ત વ્યવસ્થા કરવામાં પણ મદદ મળશે. જ્યારે રેલવેને પહેલાથી એ જાણકારી હશે કે કેટલા યાત્રી સફર કરશે અને કેટલા વેઇટિંગમાં છે, તો તે તેના અનુસાર પોતાનો પ્લાન બનાવી શકશે. રેલવેએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે આ નવી પહેલથી હાલના ટિકિટમાં કોઈ બદલાવ નહીં કરવામાં આવે. તત્કાલ ટિકિટ બુકિંગ અને અન્ય રિઝર્વેશન નિયમ પહેલા જેવા જ રહેશે. 21 મેના રોજ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બીકાનેરનો -વાસ કર્યો હતો. જ્યાં સ્થાનિક રેલવે અધિકારીઓએ તેમને આ સૂચન આપ્યું હતું કે, ચાર્ટ તૈયાર કરવાની સમય સીમા વધારવામાં આવે. રેલ મંત્રીને આ વિચાર પસંદ આવ્યો અને તેમણે તરત તેને મંજૂરી આપી દીધી.
બીકાનેર ડિવિઝનમાં સફળ ટ્રાયલ બાદ રેલવે હવે તેને દેશના અન્ય ભાગમાં પણ લાગૂ કરવાનો પ્લાન બનાવી રહ્યું છે. ખાસ કરીને એ રુટસ પર જ્યાં વેઈટિંગ લિસ્ટ વધારે રહે છે અને યાત્રીઓની ભીડ વધારે હોય છે એટલે કે રેલવેની આ પહેલ ન ફક્ત યાત્રીઓ માટે યાત્રાનો પ્લાન બનાવવો સરળ થઈ જશે. પણ રેલવેને પણ ભીડભાડવાળી ટ્રેનોને મેનેજ કરવામાં મદદ મળશે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો આવનારા સમયમાં દરેક યાત્રીને કમસે કમ એક દિવસ પહેલા આ જાણકારી મળી શકશે કે તેમની ટિકિટ ક્ધફર્મ થઈ કે નહીં.