ટીવીની દુનિયામાં ઘણી અભિનેત્રીઓ પોતાના શાનદાર અભિનય અને લોકપ્રિયતાના આધારે ચાહકોના દિલ તો જીતી જ રહી છે પરંતુ આ સાથે-સાથે તેઓ કમાણીના મામલે બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ સ્પર્ધા કરી રહી છે.
રુપાલી ગાંગુલી
- Advertisement -
અનુપમા ફેમ રુપાલી ગાંગુલી ટીવી પરની સૌથી પ્રિય અભિનેત્રીમાંની એક છે. તેની મહેનત અને શૉની લોકપ્રિયતાએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની અંદાજિત કુલ સંપત્તિ લગભગ 20-25 કરોડ રૂપિયા છે. તે પ્રતિ એપિસોડ લાખો રૂપિયા ચાર્જ કરે છે.
સુરભિ જ્યોતિ
‘કુબૂલ હૈ’ અને ‘નાગિન-3’ જેવા શૉ માટે પ્રખ્યાત સુરભિ જ્યોતિ આજે પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાંની એક છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની કુલ સંપત્તિ લગભગ 10-12 કરોડ રૂપિયા છે. પોતાની સુંદરતા અને પ્રતિભાએ તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બનાવ્યું છે.
- Advertisement -
પ્રિયંકા ચાહર ચૌધરી
ઉડારિયા શૉથી પ્રખ્યાત થયેલી પ્રિયંકા ચાહર ચૌધરીની જબરજસ્ત ફેન ફોલોઈંગ છે. તેની મહેનત અને સોશિયલ મીડિયા પર હાજરીને કારણે તેની કુલ સંપત્તિ કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની કુલ સંપત્તિ 10-15 કરોડ રૂપિયા સુધીની છે. તે પ્રતિ એપિસોડ મોટી રકમ લે છે.
તેજસ્વી પ્રકાશ
નાગિન-6 અને બિગ બોસ 15ની વિજેતા તેજસ્વી પ્રકાશની લોકપ્રિયતા આસમાને પહોંચી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની સંપત્તિ કુલ 15-20 કરોડ રૂપિયા છે. તે પોતાની એક્ટિંગ તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.
મૌની રોય
મૌની રોયે નાગિન જેવા શૉથી ટીવી પર ધૂમ મચાવી હતી. હવે તે બોલિવૂડમાં પણ એક્ટિવ છે. બ્રહ્માસ્ત્ર પાર્ટ-1 ઉપરાંતે તે તાજેતરમાં ધ ભૂતનીમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેની શાનદાર સ્ટાઈલ અને અભિનયને કારણે તેની કુલ સંપત્તિ લગભગ 40-50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે ટીવી અને ફિલ્મો તેમજ જાહેરાતોમાંથી સારી કમાણી કરે છે.