ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર કરવામાં આવતા ખાતમુહૂર્ત કરાયુ હતું. રાજકોટ જિલ્લા પંચાયતના બેડી સીટ-3ના સભ્ય સુમિતાબેન રાજેશભાઈ ચાવડા રાજાભાઈની સ્વ.ભંડોળ ગ્રાન્ટમાથી વિજયનગર ગામ ખાતે નરશીભાઈ સવદાસભાઈના ઘરથી આગળ પેવર બ્લોક નાખવાનું કામ રૂ.3,00,000 મંજૂર કરવામાં આવ્યુ છે જે આજે 11 જૂનને બુધવારના રોજ તેનું ખાતમુર્હત કરવામાં આવ્યુ છે. આ ખાતમુર્હત કાર્યક્ર્મમાં રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, સરપંચ ભિખાભાઈ ગઢીયા, ભાઇલાલભાઈ શિંગાળા, જીવરાજભાઈ, ગંગદાસભાઈ, રઘુભાઈ, બાબુભાઈ, નરસંગભાઈ, કાનજીભાઈ, અમ્રુતભાઈ, મુકેશભાઈ તથા રમેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.