મહેસૂલી તલાટી બન્યા બાદ પાંચ વર્ષમાં નાયબ મામલતદારનું મળે છે પ્રમોશન
લોકરક્ષકની 15 જૂને યોજાનારી પરીક્ષા માટે એસટી નિગમ દ્વારા 14 અને 15 જૂને અનેક એકસ્ટ્રા બસ દોડાવાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારેમહેસૂલી તલાટીની 2389 જગ્યા માટે વિક્રમજનક 5 લાખથી વધુ અરજીઓ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે. તે ઉપરાંત લોકરક્ષકની 15 જૂને યોજાનારી પરીક્ષા માટે કુલ 2.48 લાખ ઉમેદવારો રાજ્યમાં વિવિધ કેન્દ્રો પર લેખિત પરીક્ષા આપશે. ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ઉપર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમ દ્વારા 14 અને 15 જૂને અનેક એકસ્ટ્રા બસ દોડાવાશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 10 જૂને અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ હતી. મહેસૂલ વિભાગમાં 5,06,824 અરજી સાંજ સુધી કરી હતી. મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન કરાશે.
બીજી તરફ 15 જૂને કછઉની પરીક્ષા સવારે 9.30થી 12.30 સુધી લેખિતમાં લેવાશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. એસટી નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે 14-15 જૂને એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે.
એસટી નિગમના ડેપો ખાતેથી અને નિગમની વેબસાઈટ વિિંાં://લતિભિં.શક્ષ પરથી ઉમેદવારો કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. એસટી નિગમ દ્વારા ઉમેદવારોને એસટી બસની પૂછપરછ માટે ટોલ ફ્રી નં. 1800 233 666666 ઉપર 24 કલાક જાણકારી અપાશે. ઉલ્લેખનીય છે કે, પોલીસમાં કુલ 12,472 પદ માટે ભરતી કરવાની જાહેરાત કરાઇ હતી.