26મીએ 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, 260 તાલુકા-34 જિલ્લા પંચાયત મળી 393 સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે મતદાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યની 15 મહાપાલિકાઓ, 84 પાલિકાઓ, 260 તાલુકા અને 34 જીલ્લા પંચાયતો મળી 393 સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે આજે સાંજે જાહેર પ્રચાર પડઘમ શાંત ગશે અને હવે આજે રાતથી સામ, દામ, દંડ, ભેદની અંતિમ રસમો શરૂ થશે અને હવે ચૂંટણીનો સમગ્ર ભાર કાર્યકરો ઉપર આવી જશે. કાલે કતલની રાત બનવાની છે. આજે સાંજે પ્રચાર પૂરો થાય તે પૂર્વે ભાજપ- કોંગ્રેસ- આપ વગેરે એડીચોટીનું જોર લગાવી પૂરી તાકાતથી પ્રચાર કરી મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે છેલ્લા તેર દિવસથી ચાલતો જાહેર પ્રચાર શુક્રવારે સાંજે 5 વાગે પૂરો થઇ રહ્યો છે. અસહ્ય ગરમી અને નક્કર જાહેર મુદાઓના અભાવ વચ્ચે રાજકીય પક્ષો વિકાસ, આરોપો, પ્રત્યારોપો અને અનેક ઠેકાણે શાસન વિરોધી સૂરના માહેલમાં મતદારોનું મન કળી શકાયું નથી તેનાથી ઉમેદવારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલા કોંગ્રેસ, ભાજપ અને આપ તથા અપક્ષો, અન્ય પક્ષો જાહેર શક્તિપ્રદર્શન, રેલીઓ યોજીને મતદારોને ઢંઢોળવાનો અંતિમ પ્રયાસ કરવા માટે તૈયારીઓ કરી છે. ભાજપ અમદાવાદ સહિત રાજ્યભરમાં કેસરીયા રેલીઓ યોજનાર છે. કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી મતદારોને આકર્ષી ભાજપના ગઢમાં ગાબડા પાડવા મથામણ કરશે. પડવમ શાંત થયા પછી રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન મતદારોને મતદાન મથક સુધી લાવવાની બધી જવાબદારી હવે કાર્યકરોને માથે રહેશે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાં શુક્રવારે અલગ અલગ સ્વરૂપમાં ઉમેદવારો આખરી જાહેર પ્રચાર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સંયુક્ત રચેડ શો યોજનાર છે.
રાજયની 15 મહાનગરપાલિકા, 84 પાલિકા, ર0 તાલુકા અને 34 જિલ્લા પંચાયતો મળી 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે 29 એપ્રિલના રોજ મતદાન થશે. અંદાજે દસ હજાર જેટલી બેઠકો માટે ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુ:ખાવા સમાન રહી હતી.
ભાજપે મહાનગરો, નગરપાલિકા અને અનેક પંચાયતોમાં 60 વર્ષથી ઉપરના અપવાદ સિવાયના ચહેરાને પડતાં મુક્યા છે. આ જ રીતે અગાઉ હોદા ભોગવ્યાહોય એમને પણ ટિકિટ આપી નથી. કોંગ્રેસમાં જિલ્લા સ્તરેથી આવેલા સર્વસંમત નામોમાં છેલ્લી ઘડીએ અનેક ફેરફારો થતાં જમીની સ્તરે પરસેવો પાડતા કાર્યકરોમાં ભારે નારાજગી છે. ભાજપે નારાજગીને ઠારવા ડેમેજ ક્ધટ્રોલ હાથ ધર્યું હતું. મુખ્યમંત્રી, પ્રમુખ, નાયબ મુખ્યમંત્રીએ રાજ્યભરમાં પ્રચાર પ્રવાસની સાથોસાથ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કરી હતી. કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ડો. તુષાર ચૌધરી, શક્તિસિહ ગોહિલ સહિતના આગેવાનોએ પ્રચારસભાઓ ગજવી હતી. આપમાંથી પૂર્વ મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ સહિતના નેતાઓએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સભાઓ કરી હતી.
આ વખતની ચૂંટણી તેના નિર્ધારિત સમય કરતાં મોડી યોજાઈ રહી છે અને બીજી -મોસમનો મિજાજ પણ બદલાયો છે. વૈિ પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય નાગરિક આ પ્રકારની મુશ્કેલીઓ, સમસ્યાઓથી ઝઝૂમી = છે તેવા માહોલ વચ્ચે રાજકીય પક્ષોના પ્રચાર મુદ્દાઓ સાંભળવા ભીડ એકત્રિત કદાચ ભલે હોય, પરંતુ મતદારો પોતાનું વલણ હજુ સ્પષ્ટ રહ્યા નથી. હવે રવિવારે રાજ્ય ચૂંટણી પંચે 4-કરોડ મતદારો માટે 49,591 મતદાન મા પરથી મતદાનની વ્યવસ્થા કરી છે. મોટાભાગ મતદાન મથકો પર મતદારોને ગરમીનો સામ ન કરવો પડે એ માટે શેડ, મંડપ, તંબુ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે.



